Home /News /gujarat /સુરત: તરૂણે યુવતીનું ફેક Insta ID બનાવીને કર્યા બીભત્સ મેસેજ, કારણ છે ચોંકાવનારું

સુરત: તરૂણે યુવતીનું ફેક Insta ID બનાવીને કર્યા બીભત્સ મેસેજ, કારણ છે ચોંકાવનારું

પ્રતીકાત્મક તસવીર - shutterstock

Surat News: તરૂણે પોલીસને જાણકારી આપી હતી કે, તે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર અલગ-અલગ વીડિયો બનાવીને પોસ્ટ કરતો હતો.

સુરત: શહેરના (Surat) સિટીલાઇટ વિસ્તારમાં રહેતી અને ઉધના વિસ્તારની એક હોસ્પિટલમાં નોકરી કરતી 22 વર્ષની નર્સનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી (Surat Nurse fake instagram ID) બનાવી બીભત્સ મેસેજ કરનાર 17 વર્ષના કિશોરની (teenager make fake instagram ID) પોલીસે અટકાયત કરી હતી. હાલ આ યુવાનને પોલીસે જામીન મુક્ત કર્યો છે. તરૂણે પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તરુણે જણાવ્યુ હતુ કે, તેણે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુક્યો હતો. જેમાં નર્સે નેગેટિવ કોમેન્ટ કરી હતી જેથી તેને બદનામ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, પોલીસે આ તરુણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને જેલ હવાલે કર્યો હતો.

'ઇન્સ્ટાગ્રામ પર ફોટા સાથે બીભત્સ લખાણ કેમ મુકે છે?'

સુરતના સૌથી પોશ ગણાતા એવા સિટીલાઇટ વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતી છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. થોડા સમય અગાઉ તેની ફ્રેન્ડે તેના જૂનો મિત્ર આકાશ તેનો નંબર માંગે છે તેવી જાણકારી આપતા નર્સે તેની મિત્રને આકાશને તેનો નંબર આપવા માટે કહ્યું હતું.

થોડા દિવસ બાદ આકાશનો ફોન આવ્યો હતો. ફોનમાં આકાશે કહ્યું હતુ કે, તું પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના ફોટા સાથે બીભત્સ લખાણ લખીને કેમ મુકે છે? આકાશના મેસેજ મળતાની સાથે જ નર્સ પહેલા તો ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક પોતાનું એકાઉન્ટ ચેક કર્યું હતું. જેમાં તેના ફોટા ઉપર ગંદા લખાણો લખેલા હતા.

આ પણ વાંચો - સુરતઃ બેકાર એન્જિનિયર યુવકે શિક્ષિકા પર વારંવાર આચર્યું દુષ્કર્મ, પુત્રના રમાડવાના બહાને આવ્યો હતો સંપર્કમાં

પોલીસે આ રીતે ઉકેલ્યો ભેદ

આ જોતા તેણે આ મામલે સુરતના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી પોલીસે આ લખાણ લખવા મામલે એક તરુણની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે તરૂણે પોલીસને જાણકારી આપી હતી કે, તે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર અલગ-અલગ વીડિયો બનાવીને પોસ્ટ કરતો હતો. ત્યારે આ નર્સ દ્વારા તેના વિડીયો પર નેગેટિવ કોમેન્ટ આપવામાં આવતી હતી.

આ પણ વાંચો - પતિઓને ચેતવા જેવો કિસ્સો! Ahmedabadમાં પત્ની લગ્નના પાંચ વર્ષ બાદ ઘર છોડીને ભાગી ગઇ, આવું છે કારણ

જેને લઇને આ યુવકને ગુસ્સો આવ્યો હતો અને તેને આ નર્સના નામનું એક ફેક આઇડી બનાવી તેના પર તેના ફોટા મૂકી તેને બદનામ કરવાનું શરૂ કર્યું હતું. જોકે આરોપીને કબુલાતના પગલે પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને જેલહવાલે કર્યો હતો. આમ બદનામ કરવા માટે ફેક instagram idને લઈને તરૂણે જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.
First published:

Tags: CYBER CRIME, Instagram, ગુજરાત, સુરત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો