Home /News /gujarat /

લો બોલો! આ ગઠિયાઓ સુરતના નામાંકિત લોકોના નામે કરતા હતા ફ્રોડ, આ રીતે ઝડપાયા

લો બોલો! આ ગઠિયાઓ સુરતના નામાંકિત લોકોના નામે કરતા હતા ફ્રોડ, આ રીતે ઝડપાયા

આરોપીઓ

Surat News: પાંડેસરાના મિલ માલિક પાસે શ્રી સીમાંડના નામે 40 લાખ પડાવ્યા હતા ઠગતી ગેંગ પુણા ગામથી પોલીસે ઝડપી પાડી હતી

સુરત: રાજસ્થાની સમાજના આગેવાનોના નંબરો મેળવી સમાજના પ્રતિષ્ઠિત માણસોના નામે આંગડીયાથી નાણાં મંગાવી  છેતરપિંડી (fraud gang) કરતા ગેંગના લોકોને પોલીસે (Surat Crime branch) ઝડપી પાડવામાં આવી છે. આ આરોપી ભૂતકાળમાં પણ ગુનામાં સંડોવાયા હોવાનું સામે આવ્યું હતું.

સુરતમાં છેલ્લા લાંબા સમયથી રાજસ્થાની સમાજના લોકોને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય  થઈ હતી. જે ગેંગ દેશના પ્રતિષ્ઠિત માણસ તરીકે ઓળખ આપી વોટ્સઅપ કોલ કરી લોકોને છેતરતી હતી. રાજસ્થાની સમાજના આગેવાનોના નંબરો મેળવી સમાજના પ્રતિષ્ઠિત માણસોનું નામ ધારણ કરી આંગડીયાથી નાણાં મંગાવતા હતા.

ત્યારે સુરતના પાંડેસરા GIDCની પ્રતિભા ડાંઈગ મિલના માલિક પ્રમોદ ચૌધરીને ગત 1 માર્ચે અજાણ્યાએ વોટ્સઅપ કોલ કરી પોતાની ઓળખ શ્રી સીમાન્ડના માલિક પ્રશાંત બાંગડ તરીકે આપી પોતાને મુંબઈમાં તાત્કાલિક 40 લાખની જરૂર છે અને સુરતમાં પૈસા પહોંચાડી દેવાની વાત કરી હતી. જેથી પ્રમોદ ચૌધરીએ તેના કેશિયરને કહી 40 લાખ મહિધરપુરાની સોમા આંગડીયા પેઢી મારફતે મોકલ્યા હતા

આ પણ વાંચો - સુરત: પતિએ બાળકો સામે જ કરી નાંખી પત્નીની હત્યા

પૈસા મેળવી લીધા બાદ બાંગડ ગ્રુપના નામે ફોન કરનાર પ્રશાંત બાંગડ, પેઢીમાંથી પૈસા લેનાર રાકેશ અને કિશને ફોન બંધ કરી દીધા હતા જોકે આ મામલે  પાંડેસરા GIDCની પ્રતિભા ડાંઈગ મિલના માલિક પ્રમોદ ચૌધરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી

જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પુણા સંગીની માર્કેટ પાસે બલેનો કારમાંથી જમીન દલાલ દશરથ રાજપુરોહિત , મોહન રાજપુરોહિત  અને દલપત વાઘેલાને ઝડપી પાડ્યા હતા. જોકે પકડાયેલા આરોપી પાસેથી રોકડા 19.90 લાખ કબજે કર્યા હતા. અને તેમની પૂછપરછ કરતા આરોપીએ કરેલા ગુનાની કબુલાત કરતા પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. સુત્રધાર દશરથની અગાઉ પુણામાં અપહરણના ગુનામાં ધરપકડ થઈ છે. જોકે પકડાયેલ ગેગ દ્વારા ભૂતકાળ આવા કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે તે દિશમાં તપાસ પણ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, છેતરપિંડી, સુરત

આગામી સમાચાર