રમૂજી દ્રશ્યો : મોર્નિંગ વૉકર્સ પોલીસને જોઈને ભાગ્યા, તેમની પાછળ શ્વાનનું ટોળું દોડ્યું

News18 Gujarati
Updated: May 21, 2020, 12:42 PM IST
રમૂજી દ્રશ્યો : મોર્નિંગ વૉકર્સ પોલીસને જોઈને ભાગ્યા, તેમની પાછળ શ્વાનનું ટોળું દોડ્યું
દમણના રમૂજી દ્રશ્યો.

દમણના દરિયાકાંઠાના રમૂજી દ્રશ્યો : આગળ લોકો, પાછળ શ્વાનનું ટોળું અને તેની પાછળ પોલીસની ગાડી!

  • Share this:
દમણ : કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દેશભરમાં લગભગ બે મહિનાથી લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. લૉકડાઉન 4.0માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આ છૂટછાટ મળ્યા બાદ લોકો સવારે જોગિંગ (Morning Walkers) માટે બહાર નીકળી રહ્યા છે. જોકે, સરકારે લોકોને કામ વગર બહાર નીકળવાની મનાઈ જ કરી છે. એટલું જ નહીં, સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી ફરજિયાત કર્ફ્યૂનું (Curfew) પાલન કરવાનો પણ આદેશ કરાયો છે. ગુરુવારે સવારે દમણના દરિયાકિનારે મૉર્નિંગ વૉક દરમિયાન એક રમૂજી ઘટના બની હતી.

પોલીસને જોઈને લોકો ભાગ્યા તો તેમની પાછળ કૂતરાંનું ટોળું દોડ્યાં!

દમણના દરિયાકાંઠે આજે અનેક લોકો મૉર્નિંગ વૉક માટે નીકળ્યા હતા. આ દરમિયાન પોલીસને ગાડી આવી હતી. જે બાદમાં મૉર્નિંગ વૉક માટે નીકળેલા લોકો પોલીસની ગાડી જોઈને ભાગ્યા હતા. આ દરમિયાન દરિયાકાંઠા પર કૂતરાનું એક ટોળું બેઠું હતું. લોકોને ભાગતા જોઇને આ ટોળું ભાગી રહેલા લોકો પાછળ દોડ્યું હતું. એટલે કે મૉર્નિંગ વૉકર્સે પોલીસ અને કૂતરાનું ટોળું એમ બે મોરચે લડવું પડ્યું હતું.

લોકોને મજા પડી!

સૌથી આગળ જોગિંગ માટે નીકળેલા લોકો અને તેની પાછળ કૂતરાઓનું ટોળું અને તેની પાછળ પોલીસની ગાડી! દમણના દરિયાકાંઠે સવારે જોવા મળેલા આવા દ્રશ્યોને કારણે લોકોને મજા પડી હતી. આ ઘટનાને કોઈએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. લોકો પાછળ દોડી રહેલા કૂતરાં અને તેની પાછળ દોડી રહેલી પોલીસની કારને જોઇને રમૂજી દ્રશ્યો જોવા મળ્યા હતા. સવાર સવારમાં આવો અનુભવ થતાં લોકો ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. હવે એક વાત તો નક્કી છે કે આવો અનુભવ થયો હશે તે ચોક્કસ કાલથી મૉર્નિંગ વૉક માટે નહીં નીકળે.
First published: May 21, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading