સુરત : યુવક-યુવતી સાથે ફ્રેન્ડશીપના બહાને ગ્રાહકોને છેતરતું કૉલસેન્ટર ઝડપાયું

News18 Gujarati
Updated: October 1, 2019, 3:10 PM IST
સુરત : યુવક-યુવતી સાથે ફ્રેન્ડશીપના બહાને ગ્રાહકોને છેતરતું કૉલસેન્ટર ઝડપાયું
સુરત ક્રાઇમ બ્રાન્ચે 20 જઆરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના વેસુ વિસ્તારમાંથી ક્રાઇબ બ્રાન્ચે દરોડો પાડી કૉલસેન્ટર ઝડપી પાડ્યું

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરત પોલીસે (Surat) વેસુ (Vesu) વિસ્તારમાંથી ફ્રેન્ડશીપ (Friendship) કરાવી આપવાના નામે ગ્રાહકોને છેતરતું એક કૉલસેન્ટર ઝડપી પાડ્યું છે. પોલીસે કૉલસેન્ટરમાં કામ કરતા 20 યુવક યુવતીઓની ધરપકડ કરી છે.

આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચના વડા રાહુલ પટેલે જણાવ્યું, ' સુરત પોલીસને ગૌતમ જોષી નામના અરજદારેએ ફરિયાદ આપી હતી કે તેમને એક નંબર પરથી મેસેજ આવ્યો હતો. કૉલસેન્ટર દ્વારા તેમની પાસેથી પાંચ લાંખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા. તેમની ફરિયાદ પરથી ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ જણાતું હતું. પોલીસે અરજદારની ફરિયાદના આધારે વેસુના યુનિયન સ્ફેર બિલ્ડિંગમાંથી દરોડો પાડી કૉલેસેન્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું. કૉલસેન્ટરમાંથી 12 જેટલા કમ્પ્યુટર, 17 મોબાઇલ અને ATM કાર્ડ ઝડપી પાડવામાં આવ્યા છે. '

ગમતી વાતો કરી ગ્રાહકોને છેતરતાં

પોલીસ તેમના કમ્પ્યુટર, સીમકાર્ડ, મોબાઇલ અને બૅન્ક એકાઉન્ટની તપાસ કરી તપાસ હાથ ધરશે. આ કૉલ સેન્ટર અજાણ્યા નંબર પરથી મેસેજ કરી યુવક અથવા યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવાની વાત કરવાની લાલચ આપતું હતું. ત્યારબાદ ભોગ બનનારની રસના વિષયોની વાતો કરી અને તેમની સાથે મેમ્બરશીપ અને ચાર્જીસના નામે પૈસા ખંખેરી લેવામાં આવતા હતા.

આ પણ વાંચો :   મોરબી: ખેતરોમાં ઘૂંટણસમા પાણી, ગયા વર્ષે સુકો આ વર્ષે લીલો દુષ્કાળ, અમે શું કરીશું?

18 યુવક-યુવતી કામ કરતા હતાઆ કૉલેસેન્ટરના દરોડામાંથી અમરેલી જિલ્લાના કેલ્વીન અને ભાવેશ કાકડિયાને મુખ્ય આરોપી તરીકે ઝડપી પાડવામાં આવ્યા છે. આ કૉલસેન્ટર ફેબ્રુઆરીથી શરૂ કર્યુ હતું. તેમણે 18 જેટલા યુવક યુવતીને પગાર પર રાખ્યા હતા. તેમને કૉલેસેન્ટરમાં બેસાડી તેમને તાલિમ આપી અને તેમની પાસેથી વાતચીત કરાવવામાં આવી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચના વડા રાહુલ પટેલે માહિતી આપી હતી કે આ કૉલસેન્ટર દ્વારા સુરતના એક ગ્રાહક સાથે 5 લાખ રૂપિયાની છેતરપિડી કરવામાં આવી હતી.


પોલીસે 12 કમ્પ્યુટર કબ્જે કર્યા છે જેમાં તમામ વિગતો હોવાની પોલીસને આશંકા છે. પોલીસ આ કમ્પ્યુટરની સાયન્ટિફીક તપાસ કરશે. સીમકાર્ડ અને બૅન્ક ખાતાની તપાસ બાદ આ કૌભાંડ કેટલું મોટું છે તે જાણી શકાશે. પોલીસે સુરત તેમજ ગુજરાતના નાગરિકોને અપીલ કરી છે કે જો તમને કોઈ કૉલ આવ્યા હોય અને તમે ભોગ બન્યા હોય તો સુરત પોલીસને જાણ કરો.

આ પણ વાંચો :  SC/ST ઍક્ટ : સુપ્રીમે સરકારની વાત માની, હવે પહેલાની જેમ તરત થશે ધરપકડ

સંચાલકો યૂ-ટ્યૂબ પરથી છેતરપિંડી શીખ્યા
ક્રાઇમ બ્રાન્ચના વડા રાહુલ પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આરોપી હિતેશ અને કેલ્વીન ઉર્ફે ભાવેશે જણાવ્યું હતું કે તેમણે આ પ્રકારના કૉલસેન્ટર કેવી રીતે ચાલે તેની માહિતી યૂ-ટ્યૂબ પર પરથી મેળવી હતી અને સમગ્ર કૉલસેન્ટર તૈયાર કર્યુ હતું.
First published: October 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading