સુરત : સુરતમાં (Surat)શોપિંગના બહાને મોલમાં (mall)ઘુસેલી સુરતની ચાર મહિલાઓ ડ્રાયફ્રુટની ચોરી કરતી સીસીટીવી (CCTV)કેમરામાં આબાદ ઝડપાઇ જવા પામી છે. સુરતના મોટા વરાછા અને સરથાણા વિસ્તારમાં આવેલા ડી-માર્ટ મોલમાંથી ઘી અને ડ્રાયફ્રૂટને પેટીકોટમાં સંતાડી ચોરી કરનાર એક સગર્ભા મહિલા સહિત ચાર મહિલાઓને પોલીસે (Police)રંગેહાથે ઝડપી પાડી છે. એટલું નહીં પણ મોલના સિક્યુરિટી ગાર્ડની સતર્કતાને લઈ ચારેય મહિલાઓ મોટા વરાછામાં હાથ અજમાવવા જતા પકડાય હોવાનું સામે આવ્યું છે.
અમરોલી અને સરથાણા પોલીસે ચારેય ચોર મહિલાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રામનિવાસ કોગ સિંગ બધેલે (સિક્યુરિટી ગાર્ડ) જણાવ્યું હતું કે, ઘટના બુધવારની સાંજની છે. ચાર મહિલાઓમાં એક સગર્ભા હતી. તેઓ બે-બે કરીને મોલમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ અચાનક એક મસાલાનું પેકેટ લઈ બહાર નીકળી જાય છે. શંકા જતા મેં મેનેજરને વાત કરી અને તાત્કાલિક CCTV ચેક કરાવતા મહિલાઓ પેટીકોટમાં કંઈક વસ્તુઓ છુપાડતા કેદ થઈ જાય છે. તાત્કાલિક દોડીને બહાર ગયા તો બે મહિલા ઇકો કારમાં બેસી ગઈ હોય છે.
બે મહિલા મોલથી થોડે દુર ચાલતા જઇ ઇકો કારમાં બેસે છે. જોકે કોઈ પકડાતું નથી. એટલે મોલના CCTV એલર્ટના ભાગરૂપે બીજા મોલમાં મોકલી સાવચેત કરી દેવાય છે. ત્યારબાદ આજ મહિલાઓ મોટા વરાછાના મોલમાં પ્રવેશે છે અને ઘી અને ડ્રાયફ્રૂટ્સ ચોરી કરતા પકડાય જાય છે. એટલે પોલીસને બોલાવી સોંપી દેવાય છે.
હાલ તમામ પુરાવા પોલીસને સોંપી દેવાયા છે. સરથાણા અને અમરોલી પોલીસ તપાસ કરી રહી છે. સગર્ભા અને એની સાથેની મહિલાઓની ચોરીની નવી મોડ્સ ઓપરેન્ડી બહાર આવી છે.
દિવાળીનો તહેવાર (Diwali 2021) નજીક આવતાની સાથે ચોર-લૂંટારુઓ પણ એક્શનમાં આવી જાય છે. સુરત શહેરમાં (Surat City) ઘટનાને અંજામ આપવાનું શરુ કરી દે છે ત્યારે લીંબાયતમાં જવેલર્સની દુકાનમાં લુંટનો પ્રયાસ થતા ચકચાર મચી જવા પામી હતી. ભાઠેના વિસ્તારમાં આવેલા એ.બી.જવેલર્સ નામની દુકાનમાં ગ્રાહકનાં સ્વાંગમાં પ્રવેશી ગયેલા અજાણ્યા વ્યક્તિએ સોનાનાં દાગીનાની (Gold Set) લૂંટ ચલાવી હતી. જવેલર્સની આંખમાં મરચાની ભુકી નાંખીને દાગીના ભરેલું બોક્ષ લઇને લુંટારૂ ભાગ્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર