નારેશ્વર : નર્મદા નદીમાં સુરતનાં પાંચ યુવાનો ડૂબ્યા, બેનાં મોત, ત્રણને બચાવાયા

News18 Gujarati
Updated: October 31, 2019, 3:24 PM IST
નારેશ્વર : નર્મદા નદીમાં સુરતનાં પાંચ યુવાનો ડૂબ્યા, બેનાં મોત, ત્રણને બચાવાયા
પ્રતિકાત્મક તસવીર

આ તમામ યુવકો સુરત જિલ્લાનાં કોસંબાનાં રહેવાસી છે.

  • Share this:
ફરીદ ખાન પઠાણ, વડોદરા : વડોદરાનાં (Vadodara) નારેશ્વર (Nareshwar) પાસે આવેલી નર્મદા (Narmada) નદીમાં પાંચ યુવકો ડૂબ્યા હતાં. જેમાંથી બે યુવકોના મોત નીપજ્યાં છે જ્યારે ત્રણ યુવકોને સ્થાનિક તરવૈયાઓ એ બચાવી લીધા છે. આ તમામ યુવકો સુરત જિલ્લાનાં કોસંબાનાં રહેવાસી છે. તેઓ દિવાળીની રજાઓમાં નારેશ્વર આવ્યા હતાં.

આ મામલે મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાનાં કોસંબા નજીક આવેલા તરસાલી ગામનાં 8 યુવાનો નારેશ્વર ખાતે બપોરે 12 કલાકની આસપાસ આવ્યાં હતાં. જે બાદ તેઓ જ્યારે નર્મદા નદીમાં નાહવા પડ્યા ત્યારે થોડીવારમાં પાંચ યુવાનો ડૂબ્યાં હતાં. જે પૈકી 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યાં હતાં. જ્યારે બે યુવાનો નર્મદાનાં નીરમાં ડૂબી ગયા હતાં. ડૂબેલા મૃતક યુવાનોનાં મૃતદેહ મળી આવ્યાં છે.

કરજણ પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંન્ને મૃતક યુવાનો તરસાલીનાં કોસંબાનાં હતાં. જેથાથી 17 વર્ષનો હતો અને તેનું નામ નવઘણ બાબરભાઇ રબારી હતું. જ્યારે બીજો યુવાન 31 વર્ષનો હતો તેનું નામ પિન્ટુભાઇ ગોપાલભાઇ ટાંક હતું.

આ પણ વાંચો : આવતીકાલથી ટ્રાફિકનાં નિયમો તોડશો તો ખિસ્સુ ખાલી થશે!

મહત્વનું છે કે ગઇકાલે વડોદરાના આજવા નિમેટા પાસે આવેલા વોટર પાર્કમાં એક બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આજવા પાસેનાં આતાપી વોટર પાર્કમાં 12 વર્ષના હસ્નેન મન્સુરીનું ડૂબવાથી મોત થયું છે. અમદાવાદથી એક પરિવાર આજવા ફરવા આવ્યો હતો. તેમની સાથે આ બાળક પણ હતો. ત્યારે વોટર પાર્કમા આવેલ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડૂબવાથી બાળકનું મોત નિપજ્યું હતું.
First published: October 31, 2019
વધુ વાંચો
अगली ख़बर