સુરત : સુરત શહેરમાં 5 લાખથી વધુ નળ કનેક્શન એવા છે જે કાયદેસર નથી. જે અંતર્ગત 20 લાખ લોકો આવી જાય છે. આવા કનેક્શન કાયદેસર કરવા માટે મનપા દ્વારા વન ટાઈમ સેટલમેન્ટ સ્કિમ લોન્ચ કરી છે. શહેરમાં 15 ચો. મીટર સુધીના મકાન અને અડધા ઇંચ સુધીના નળ કનેક્શનને યથાસ્થિતિ રાખવા ફક્ત 500 રૂપિયા લઇ કાયદેસર કરવાનો નિર્ણય મનપાની સ્થાયી સમિતિએ કર્યો છે.
ભાજપ શાસકોએ સરકારની યોજનાથી એક પગલું આગળ વધી શહેરના 200 ચો. મીટર સુધીના રહેણાંક મકાનમાં અને અડધાથી વધુ ઇંચના ગેરકાયદેસર કનેક્શનોને પણ યથાસ્થિતિ વન ટાઇમ નિર્ધારિત ચાર્જ લઇ કાયદેસર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી શહેરના અંદાજે 20 લાખ લોકોને લાભ થવાની શક્યતા છે. એક અંદાજ મુજબ શહેરમાં 5 લાખ ગેરકાયદેસર નળ જોડાણો અસ્તિત્વમાં છે.
મેયર ડો. જગદીશ પટેલે જણાવ્યું હતું કે સરકારની ‘નલ સે જલ’યોજના અંતર્ગત 15 ચો. મીટરથી નાના મકાનો અથવા અડધા ઇંચ સુધીના ગેરકાયદેસર રહેણાંક નળ કનેક્શનોના 500 રૂપિયા લઈ મનપા દ્વારા નિયમિત કરી આપવામાં આવશે. મહત્તમ શહેરીજનોને ગેરકાયદેસર નળ કનેક્શનો સરળ રીતે કાયદેસર કરવા માટેની તક મળી રહે તે હેતુથી ભાજપ શાસકો દ્વારા અડધા ઇંચથી વધુના રહેણાંક ગેરકાયદેસર કનેક્શનો તથા 200 ચો. મીટર બાંધકામ ધરાવતાં મકાનો સુધી વિચારાયું છે. શહેરમાં અંદાજે 5 લાખ ગેરકાયદેસર કનેક્શનો હયાત છે.
વન ટાઇમ નિર્ધારિત ચાર્જ વસૂલી ગેરકાયદેસર નળ કનેક્શનોને કાયદેસર કરી શકાશે. જેનો લાભ અંદાજે 20 લાખ લોકોને મળશે. મનપા દ્વારા ગેરકાયદેસર નળ કનેક્શનો કાયદેસર કરવા માટેની યોજના હાલ અમલમાં છે જ પરંતુ આ યોજના હવે 31 ડીસેમ્બર 2020 સુધી કાયદેસર નળ કનેક્શન માટેની આ યોજના અમલમાં રહેશે. પ્રવર્તમાન યોજના મુજબ ગેરકાયદેસર કનેક્શનોને કાયદેસર કરવા માટેના નિયત ચાર્જ તથા હાલની નવી યોજના મુજબ વન ટાઇમ ચાર્જ વસૂલવાથી મનપાને અંદાજે તમામ અંદાજિત કનેક્શનો કાયદેસર થશે તો 58 કરોડથી વધુનું નાણાંકીય નુક્સાન થશે તથા અરજદાર નાગરિકોને કેટલી રાહત મળી શકશે.
" isDesktop="true" id="1024026" >
સ્થાયી સમિતિના અધ્યક્ષ અનિલ ગોપલાણીએ જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ 31 ડિસેમ્બર સુધી લઇ શકાશે. આ યોજનાને કારણે મનપાની તિજોરી પર 58 કરોડ જેટલો બોજો પડવાની શકયતા છે.