Home /News /gujarat /

સુરતના પાંડેસરા ખાતે આવેલા ભેસ્તાનમાં 5 શ્વાનને ચિકનમાં ઝેર આપી મારી નાખ્યા

સુરતના પાંડેસરા ખાતે આવેલા ભેસ્તાનમાં 5 શ્વાનને ચિકનમાં ઝેર આપી મારી નાખ્યા

સુરતના પાંડેસરા ખાતે આવેલા ભેસ્તાનમાં 5 શ્વાનને ચિકનમાં ઝેર આપી મારી નાખ્યા

શહેરના ભેસ્તાનમાં 5 શ્વાનને ઝેર આપીને મારી નાંખવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ કમિશનર, કલેકટર, મ્યુ.કમિશનર અને જિલ્લા એનિમલ વેલ્ફર ઓફિસરને ફરિયાદ કરવામાં આવી

સુરત : સુરતમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનના આંતક સામે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ના આવતા પાંડેસરા વિસ્તારમાં એક બે નહીં પાંચ જેટલા શ્વાનને ઝેરી દવા આપીને મારી નાખવામાં આવ્યા છે. આ ઘટના બનતા પ્રાણી પ્રેમી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે લેખિતમાં ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

સુરતના સ્લમ વિસ્તારમાં શ્વાનનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વિસ્તારમાં શ્વાન લોકો પર હુમલા કરતા હોય છે ત્યારે આવા શ્વાનનો ત્રાસ દૂર કરવાની ફરિયાદ કરી હોવા છતા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા કેટલાક લોકોએ શ્વાનને ઝેરી દવા આપ મારી નાખતા મામલો ગરમાયો છે.

આ પણ વાંચો - અમદાવાદ : તલવાર વડે કેક કાપતો વીડિયો વાયરલ, પોલીસ સ્ટેશનના કર્મીઓએ સાથે ફોટો પડાવ્યો

શહેરના ભેસ્તાનમાં એક-બે નહીં પરંતુ 5 શ્વાનને ઝેર આપીને મારી નાંખવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ કમિશનર, કલેકટર, મ્યુ.કમિશનર અને જિલ્લા એનિમલ વેલ્ફર ઓફિસરને ફરિયાદ કરવામાં આવી છે. શ્વાનને મારી નાખવાની ઘટનામાં સોસાયટીનો એક યુવાન જે પ્રાણી પ્રેમી છે તેણે 29 સેકન્ડનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં સોસાયટીના લોકોએ ચિકનમાં ઝેર આપી મારી નાખ્યાનું જણાવ્યું છે.

વીડિયોમાં શ્વાન જીવ બચાવવા તરફડીયા મારતો જોવા મળે છે.છે .ભૂતકાળમાં ગોપીપુરામાં આ રીતે શ્વાનને મારી નાંખવાની ઘટના બની હતી. ભેસ્તાનની વિનાયક રેસીડેન્સીમાં બનેલી ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણીઓ કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ પોલીસ તથા એનિમલ વેલ્ફર ઓફિસર દ્વારા કરાશે. પાલિકામાં ઓનલાઇન કરાયેલી ફરિયાદમાં વીડિયો સાથેના પુરાવા અપાયા છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Bhestan, Latest gujarati news, Latest News, Latest today news, ગુજરાતી ન્યૂઝ, સુરત

આગામી સમાચાર