દ.ગુજરાતના માછીમારોને ત્રણ માસમાં રૂ. 10,000 કરોડના નુકસાનની ભીતિ

News18 Gujarati
Updated: November 3, 2019, 5:10 PM IST
દ.ગુજરાતના માછીમારોને ત્રણ માસમાં રૂ. 10,000 કરોડના નુકસાનની ભીતિ
બંદર પર લંગારેલી હોડીઓની ફાઇલ તસવીર

માછીમારોનો દાવો છેલ્લા ત્રણ મહિનામાં કમોસમી વરસાદ, વાવાઝોડાના કારણે 1200 બોટના સાગર ખેડૂ દેવામાં ગરકાવ

  • Share this:
મયુર માકડિયા, વલસાડ : 'મહા' વાવાઝોડાના (Cyclone maha) કારણે હાલ રાજ્યના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ શરૂ છે. હવામાન વિભાગે માછીમારોને (Fishermen)ને 8મી નવેમ્બર સાંજ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક બંદરો પર સાગર ખેડૂઓની હોડીઓ થંભી ગઈ છે અથવા તો મધદરિયેથી પરત બોલાવામાં આવી છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાત માછીમાર એસોસિએશનનો દાવો છે કે છેલ્લા ત્રણ મહિનામાં વરસાદ અને વાવાઝોડાના આ માહોલમાં માછીમારોને 10,000 કરોડનું માતબર નુકસાન થયું છે.

દક્ષિણ ગુજરાતના આશરે 1200 સાગર ખેડૂઓ આ સ્થિતિના કારણે દેવામાં છે. પ્રત્યેક માછીમાર પર આશરે 5-7 લાખ રૂપિયાનું દેવું છે. મંગળવારે માછીમાર સમાજ વળતરની માંગણી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરશે. દક્ષિણ ગુજરાત માછીમાર એસોસિએશનના પ્રમુખ દિનેશ ટંડેલે જણાવ્યું, 'અમારી 1200 બોટમાં જે નુકસાની સહન કરવી પડી છે તે આંકડો મોટો છે. અમારા સરવેમાં અમે 10,000 કરોડ રૂપિયા જેટલી નુકસાની સહન કરી રહ્યા છીએ. અમે મંગળવારે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું.”

આ પણ વાંચો :  જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો તેમને કેન્દ્રના નિયમો મુજબ સહાયતા મળશે : રૂપાણી

દક્ષિણ ગુજરાત માછીમાર એસોસિએશન મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી રજૂઆત કરશે.


6 નવેમ્બરે દીવથી- દ્વારકા વચ્ચે 'મહા' ત્રાટકે તેવી વકી
રાજ્ય પરથી હજુ પણ મહા વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી. વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં સક્રિય છે અને 6 નવેમ્બરે દીવ-દ્વારકાની વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. હાલમાં મહા વાવાઝોડું પૂર્વ સમુદ્ર તરફ જઈ રહ્યું છે પરંતુ ચોથી નવેમ્બરે તે કર્વ લઈને ગુજરાત તરફ ફંટાશે. ગુજરાત પર હવે ફરીથી વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. જ્યારે વાવાઝોડું ગુજરાત પર ટકરાશે ત્યારે પવનની ઝડપ 100 કિ.મીથી 110 કિ.મી. રહેશે.

ખેતીને 300 કરોડનું નુકસાન

દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદી માવઠું અને આગામી દિવસમાં વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકવાનું છે તેના લીધે ઉભા પાક સાથે બાગાયતી પાકો ને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાત સૌથી વધુ ખેતી ઉત્પાદન કરતો વિસ્તાર છે ત્યારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં 3 લાખ એકરમાં ખેતીને 300 કરોડ કરતાં વધુની નુકસાનીનો આંકડા સામે આવી રહ્યો છે, અને જો આ જ પ્રમાણે વરસાદ રહશે તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રડવાનો વારો આવે તેવી સ્થિતિ છે.


First published: November 3, 2019
વધુ વાંચો
अगली ख़बर