Home /News /gujarat /

સુરત : જ્વેલર્સના શો-રૂમ પર ફાયરિંગ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ લાઇવ Video

સુરત : જ્વેલર્સના શો-રૂમ પર ફાયરિંગ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ લાઇવ Video

સુરત : જ્વેલર્સના શો-રૂમ પર ફાયરિંગ

Surat crime- ફાયરિંગ લૂંટના ઇરાદે થયું કે, અંગત અદાવતમાં તે અંગે સરથાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

સુરત : સુરત શહેરમાં (Surat city)ગુનાખોરીમાં (Surat crime) સતત વધારો થઇ રહ્યો છે ક્યારેક માસુમ બાળકીઓ ઉપર બળાત્કાર (Rape)તો ક્યારેક લુંટ અને હત્યા જેવા બનાવો બનતા રહે છે. ગત રોજ સાંજના સમયે શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા સુખરામ જ્વેલર્સના શો-રૂમ પર ફાયરિંગની ઘટના (Firing jewelers show rooms)સામે આવી છે. અજાણ્યા ઇસમ દ્વારા જવેલર્સના શો-રૂમના કાચ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરતાં પોલીસ દોડતી થઇ ગઇ છે. ફાયરિંગની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.

સુખરામ જ્વેલર્સના શો-રૂમ પર ગુરૂવારે સાંજે 7:22 વાગ્યે એક ઇસમ આવી ચઢ્યો હતો અને શો-રૂમ પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આ સમયે શો-રૂમમાંથી એક યુવાન બહાર નીકળ્યો હતો. ફાયરિંગ થતું જોઇને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ અન્ય બે યુવાનો શો-રૂમમાંથી બહાર નીકળ્યા હતા અને શો-રૂમ બંધ કરી દીધો હતો. આ સમયે ત્યાંથી નીકળી રહેલા યુવાન પર બંધુક તાકી હતી. અને ફાયરિંગ કર્યું હતું. જોકે, સદનસીબે ગોળી વાગી ન હતી. હાલ સરથાણા પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફાયરિંગ કરનાર ઇસમની ઓળખ દિશામાં કામ કરી રહી છે.

આ પણ વાંચો - સુરત : જાનૈયાથી ભરેલી ટ્રાવેલ્સ ટોલનાકા સાથે અથડાઇ, ભયંકર અકસ્માતનો જુઓ Video



ફાયરિંગથી કાચ નહીં ફૂટતા ફાયરિંગ એરગન જેવા હથિયારથી થયાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે, ફાયરિંગ ઓરીજનલ ગનથી કે, એર ગનથી થયું એ બાબતે FSLના રિપોર્ટ બાદ જ કહી શકાશે. હાલમાં પોલીસ દ્વારા એવા અનુમાન સાથે તપાસ કરવામાં આવી રહી છે કે, આ ફાયરિંગ લૂંટના ઇરાદે કરવામાં આવ્યુ છે કે પછી અંગત અદાવતના કારણે કરાયુ છે.

આ પણ વાંચો - અમદાવાદ : 38 વર્ષનો ઘરડો 19 વર્ષની સુવર જેવી છોકરી સાથે...પરિચિત મહિલાએ બોસ અને મહિલા કર્મીની બદનામી કરી

સુરતઃ મોર્નિંગ વોક પર નીકળેલી યુવતીનો મોબાઈલ અને પર્સ ચોરી આરોપી ફરાર

સુરતના વેસુ વિસ્તારમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો વ્યવસાય કરતી યુવતી મોર્નિંગમાં સાયકલિંગ કરી રહી હતી. ત્યારે બાઇક પર આવેલા ગુનેગારો યુવતીના હાથમાંથી મોબાઈલ અને રૂપિયા ભરેલું પર્સ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે. આ મામલે ફરિયાદ નોંધાવી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Surat Crime, Surat news, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन