અંકલેશ્વર: શહેરની જીઆઈડીસીમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે આજે સવારે પણ અંકલેશ્વરની (Ankleshwar) સૂર્યા રેમેડિસ કંપનીમાં (Surya Remedies PVT Ltd) ભીષણ આગ (fire) લાગી હતી. જેના પગલે પાંચ જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા પણ યુપીએ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જે ઘટનામાં 5 કર્મચારીઓ દાઝી ગયા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે પોણા અગિયાર વાગ્યાની આસપાસ અંકલેશ્વરની સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના કંપનીના ફાયર ફાઇટિંગ એન્ડ સેફટી અંગેની ટીમોના પ્રયાસ અપૂરતા સાબિત થતા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને બોલાવાઇ હતી.