કિર્તેશ પટેલ, સુરત: સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં આવેલા એક ખાનગી કલાસમાં પ્રચંડ આગ ફાટી નીકળી હતી. જેમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ લગાવી હતી આ કારણે ચારના જ્યારે આગના કારણે અંદર અન્ય 16 એમ મળીને 20 વિદ્યાર્થીઓના મૃત્યુ થઇ ગયા છે. આ દુઃખદ ઘટનાક્રમ અંગે જે વાત સામે આવી છે તે અંતર્ગત ફાયર-બ્રિગેડની ઘોર બેદરકારી સામે આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભીષણ આગની ઘટના બાદ પણફાયરબ્રિગેડ અડધો કલાકથી વધુ મોડુ પહોંચ્યું હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યુંહતું કે, ફાયરબ્રિગેડ આવી ગયું હોવા છતાં તેમની પાસે પુરતા સાધનો નહોતાં. જેથી વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ મારવાની ફરજ પડી હતી.
એક ક્લિક કરીને જાણો ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ
સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઇ રહી છે તે મુજબ 22 કિલોમીટર દૂર અહીંના ભટાર વિસ્તારમાંથી પાણી લેવા માટે ફાયર-બ્રિગેડ ગઈ હોવાનો ગંભીર આક્ષેપ પણ લોકોએ માધ્યમો સાથેની વાતચીતમાં લગાવ્યો હતો.
આ ઘટના બાદ, આ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આગલી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી તમામ ટ્યૂશન ક્લાસીસ બંધ કરવા માટેનો રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આદેશ કર્યો હોવાનું જાણકારીમાં આવ્યું છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર