દાહોદ : મહિલા હોમગાર્ડ અને પોલીસ કોન્સ્ટેબલ જાહેર રસ્તા પર મારામારી પર ઉતરી આવ્યા, જાણો કારણ

દાહોદ : મહિલા હોમગાર્ડ અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે જાહેર રસ્તા પર મારામારી

ઝપાઝપીની ઘટનામાં મહિલા કર્મીને મોઢા તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચી, ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા કર્મી પોલીસ મથકે પહોંચી હતી જ્યાં પરિવારજનો આવી પહોચતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી

 • Share this:
  શબીર ભાભોર, દાહોદ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં મહિલાઓના માન સન્માન અને મહિલા સુરક્ષાની વાતો થયાને ગણતરીના કલાકોમાં જ દાહોદ શહેરમાં ટાઉન પોલીસ મથકની સામે ભરપોડા સર્કલ ઉપર જાહેરમાં મહિલા હોમગાર્ડ અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે મારમારીના દ્રશ્યો સર્જાતા સૌ કોઈ આવાક બની ગયા હતા. ઘટનામાં મહિલા કર્મીને ઇજા પહોંચતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

  પ્રજાને નિયમોનું પાલન કરાવનાર પોલીસને જ નિયમ ન નડતાં હોય તેવું વર્તન કરતાં કાયદાનું પાલન કરાવનાર મહિલા કર્મીને આજે માર ખાવાનો વારો આવ્યો હતો. દાહોદ શહેરના ભરપોડા સર્કલ ઉપર ટ્રાફિક નિયંત્રણ માટે દિપીકા સાંસી નામની મહિલા હોમગાર્ડ હાજર હતી તે સમયે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તખતસિંહ ચૌહાણ બાઈક ઉપર કોર્ટ ડ્યૂટી ઉપર જવા નીકળ્યા હતા.

  આ પણ વાંચો - કેન્યામાં ડૉક્ટરે પગ કાપવાનું કહ્યું હતું, પણ દાહોદના ડૉક્ટરે સર્જરી કરી મહિલાને દોડતી કરી

  કોન્સ્ટેબલ નિયમનો ભંગ કરી સિગ્નલ તોડવાનો પ્રયાસ કરતાં હાજર હોમગાર્ડ દીપિકાબેને અટકાવીને નિયમનું પાલન કરવાનું કહેતા કોન્સ્ટેબલ ઉશ્કેરાઈને મહિલા હોમગાર્ડને અપશબ્દો બોલવા મામલો બીચક્યો હતો અને જાહેર રસ્તા ઉપર જ બંને વચ્ચે મારામારી થઇ હતી. આ જોઈ અન્ય પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને બંનેને છૂટા પડ્યા હતા. ઝપાઝપીની ઘટનામાં મહિલા કર્મીને મોઢા તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોચી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા કર્મી પોલીસ મથકે પહોંચી હતી જ્યાં પરિવારજનો આવી પહોચતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

  સમગ્ર મામલે બંને કર્મીઓએ એકબીજા ઉપર આક્ષેપ કરતાં એકબીજાની વિરુદ્ધ પોલીસમાં લેખિત અરજી આપતા પોલીસે આસપાસમાં રહેલ CCTV ફૂટેજ સહિતની તપાસ હાથ ધરી છે.
  Published by:Ashish Goyal
  First published: