Home /News /gujarat /સુરત: પોતાની 14 વર્ષની દીકરી પર પિતાએ ગુજાર્યું દુષ્કર્મ, પોલીસે 7 દિવસમાં જ ચાર્જશીટ કરી રજૂ

સુરત: પોતાની 14 વર્ષની દીકરી પર પિતાએ ગુજાર્યું દુષ્કર્મ, પોલીસે 7 દિવસમાં જ ચાર્જશીટ કરી રજૂ

પ્રતીકાત્મક તસવીર

Surat News: 76 પેજની ચાર્જશીટમાં 24 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.

સુરત: શહેરમાં (Surat) થોડા દિવસો પહેલા માનદરવાજા વિસ્તારમાં રહેતી 14 વર્ષની કિશોરી (father raped teenage girl in Surat) પર તેના જ પિતાએ બે વખત દુષ્કર્મ આચર્યુ હતુ. આ હેવાન પિતા વિરૂધ્ધ સલાબતપુરા પોલીસે માત્ર 7 દિવસમાં 76 પેજની ચાર્જશીટ (chargesheet) રજૂ કરી છે. સગી પુત્રી સાથે દુષ્કર્મ કરનાર પિતાએ મેડીકલ ચેકઅપ વખતે પોતાની ભૂલ કબૂલી લીધી હતી. તે દરમિયાન પસ્તાવો થતા બોલ્યો હતો કે, રાત્રે મારાથી બહુ મોટી ભુલ થઇ ગઇ છે. પિતાએ જેની સામે ભૂલ કબૂલી હતી તે ડોક્ટરનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વડોદ ગામમાં રહેતા પરપ્રાંતિય પરિવારની અઢી વર્ષની બાળાના અપહરણ, દુષ્કર્મ, હત્યાના કેસમાં પોલીસે રેકોર્ડ બ્રેક 7 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

એક રાતમાં બે વખત આચર્યું દુષ્કર્મ

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના માનદરવાજાના પદમાનગર વિસ્તારમાં રહેતી અને ધો. 9માં અભ્યાસ કરતી 14 વર્ષની પુત્રી પર સગા બાપ સિકંદર સલીમ શેખે એક જ રાતમાં બે વખત દુષ્કર્મ આચર્યુ હતું. આ પ્રકરણમાં સલાબતપુરા પોલીસ મથકના પીઆઇ મેહુલ કીકાણી અને તેમની ટીમે બુધવારે માત્ર 7 દિવસના ટૂંકાગાળામાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ છે.

ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

76 પેજની ચાર્જશીટમાં 24 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. એફએસએલ અને મેડીકલ ચેકઅપનો રીપોર્ટ, પિતાની હેવાનિયતનો ભોગ બનનાર દીકરીની બે નાની બહેનના નિવેદન પણ સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - સોમનાથ ચોપાટી પર યુવાન બાળકીને મારતો હતો, પોલીસે કારણ પૂંછ્યું તો થયો ચોંકાવનારો ખુલાસો

પિતાએ ડોક્ટર સમક્ષ કબૂલી ભૂલ

નરાધમ પિતા સિકંદરને જયારે મેડીકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન ડોક્ટર સમક્ષ બોલ્યો હતો કે, રાત્રે મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઇ છે. જેથી પોલીસે આ ડોક્ટરનું પણ નિવેદન ચાર્જશીટમાં સામેલ કર્યુ છે.
First published:

Tags: Minor girl, ગુજરાત, સુરત

विज्ञापन