Home /News /gujarat /સુરત : સગીર પુત્રી પર બળાત્કારના કરનાર પિતાને અને સાળી પર બળાત્કાર કરનાર જમાઈને 20-20 વર્ષની કેદ

સુરત : સગીર પુત્રી પર બળાત્કારના કરનાર પિતાને અને સાળી પર બળાત્કાર કરનાર જમાઈને 20-20 વર્ષની કેદ

સુરત : સગીર પુત્રી પર બળાત્કારના કરનાર પિતાને અને સાળી પર બળાત્કાર કરનાર જમાઈને 20-20 વર્ષની કેદ

પોક્સો એક્ટની ખાસ કોર્ટે બળાત્કારના બે અલગ-અલગ કેસમાં ચુકાદો આપતા એક કેસમાં જમાઇને અને બીજામાં પિતાને દોષિત ઠેરવી 20-20 વર્ષ કેદની સજાનો હુકમ કર્યો

સુરત : પોક્સો એક્ટની ખાસ કોર્ટે બળાત્કારના બે અલગ-અલગ કેસમાં ચુકાદો આપતા એક કેસમાં જમાઇને અને બીજામાં પિતાને દોષિત ઠેરવી 20-20 વર્ષ કેદની સજાનો હુકમ કર્યો હતો.

પાનસગામ વિસ્તારમાં રહેતા આરોપી ડબલુ સુરેન્દ્ર સિંહ પર તેની 14 વર્ષની સાળી પર બળાત્કાર ગુજારવાનો અને ગર્ભવતી બનાવવાનો આરોપ હતો. ફરિયાદ મુજબ 7 જુલાઇ 2019 પહેલા સગીર સાળી ઘરે એકલી હતી, ત્યારે ડબલુસિંહે ઘરે આવીને પીડિતાને શરબત પીવડાવ્યું હતું. શરબત પીધા બાદ તે બેભાન થઇ ગઇ હતી અને ડબલુસિંહ તેના પર બળાત્કાર ગુજારી ફરાર થઇ ગયો હતો. જ્યારે પીડિતા ભાનમાં આવી ત્યારે તેના શરીર પર કપડાં ન હતા અને ગુપ્ત ભાગે ઇજાઓ થઇ હતી. ઘટના સમયે પીડિતાએ પરિવારને જાણ કરી ન હતી. સમય જતા પીડિતાની હાલત કથળતા તેને પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જાહેર થયું હતું.

પીડિતાની પૂછપરછ કરવામાં આવતા તેણે જમાઇના કૃત્ય અંગે જણાવ્યું હતું અને પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપી ડબલુસિંહની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - સી.આર.પાટીલ કોરોનાને જીતાડવા નીકળ્યા છે કે ભાજપને તે સમજાતુ નથી : જયરાજસિંહ



બીજા કેસમાં 10 ફેબ્રુઆરીની રાત્રે રાંદેરના ઉગાટ વિસ્તારમાં 13 વર્ષીય સગીર પુત્રીને તેના પિતાએ મોબાઇલ ફોનમાં અશ્લીલ ફિલ્મ બતાવ્યા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી પિતાએ સગીર પુત્રીની અગાઉ પણ બે-ત્રણ વાર છેડતી અને બળાત્કાર ગુજાર્યો હતો. પિતાની કરતુતનો ભાંડફોડ થતા રાંદેર પોલીસે તેના વિરુદ્ધ બળાત્કાર તથા પોક્સો એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપી પિતા રમેશ સોનીલાલ જેસરની ધરપકડ કરી હતી.
" isDesktop="true" id="1014798" >

બંને કેસમાં ચાર્જશીટ રજૂ થયા બાદ પોક્સો એક્ટની ખાસ અદાલતમાં સુનાવણી ચાલી રહી હતી. સુનાવણી દરમિયાન સહાયક સરકારી વકીલ કિશોર રેવલિયા આરોપ પુરવાર કરવામાં સફળ રહ્ના હતા. શુક્રવારે અંતિમ સુનાવણી બાદ કોર્ટે બંને કેસમાં આરોપીને દોષીત ઠેરવી 20-20 વર્ષ કેદની સજા ફટકારી હતી.

સ્કૂલમાં આયોજિત ગુડ ટચ, બેડ ટચ પ્રોગ્રામમાં પિતાની કરતૂતનો ભાંડફોડ થયો

રાંદેરના ઉગત વિસ્તારમાં રહેતી 13 વર્ષની પીડિતા સ્થાનિક વિસ્તારની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. આ શાળામાં સેફ હોમ, સેફ સ્ટ્રીટ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા ગુડ ટચ, બેડ ટચ કાર્યક્રમ યોજાયો હતો. પ્રોગ્રામમાં થયેલી વાતો સાંભળ્યા બાદ પીડીતાએ તેના પ્રિન્સિપાલને જણાવ્યું કે જે વાત કાર્યક્રમમાં કરવામાં આવી તેવું તેના પિતા તેની સાથે કરી રહ્યા છે. આ પછી બાળ કલ્યાણ અધિકારી અને એનજીઓનાં સભ્યોએ પીડિતાની પૂછપરછ કરી હતી. જેમાં બે વર્ષમાં ત્રણ વખત પિતાએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવ્યું હતું.
First published:

Tags: સુરત