આનંદો! નર્મદા ડેમની સપાટીમાં વધારો, ખેડૂતોને આજથી પાણી મળશે

News18 Gujarati
Updated: July 4, 2019, 4:29 PM IST
આનંદો! નર્મદા ડેમની સપાટીમાં વધારો, ખેડૂતોને આજથી પાણી મળશે
સરદાર સરોવરમાંથી સિંચાઈ માટે 9207 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

અષાઢી બીજના અવસરે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, સરદાર સરોવરની સપાટી 120.03 મીટરે પહોંચી

  • Share this:
દિપક પટેલ, નર્મદા : અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રાના અવસરે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવરની સપાટી હાલમાં 120.3 મીટરે પહોંચી છે. આજે નર્મદાની મુખ્ય કેનાલમાં 5300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે ખેડૂતોને આજથી સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે આજે અષાઢી બીજના અવસરે સરકારે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોને ચોમાસામાં વરસાદની ગેરહાજરીમાં પણ સિંચાઈ માટે પાણી મળી રહેશે. રાજ્યના ખેડૂતો ઉનાળાથી સિંચાઈ માટે પાણીની માંગણી કરી રહ્યાં હતા.

આ પણ વાંચો :  આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદથી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમમાં 16033 ક્યુસેક પાણીની આવક થતા મુખ્ય કેનાલમાંથી 5307 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

નર્મદા ડેમની મુખ્ય નહેર સાઇટ ખાતે કેવડીયા સબ-ડીવીઝનનાં મદદનીશ ઇજનેર વિકાસ ખોડાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે નર્મદાની મુખ્ય નહેરમાંથી સિંચાઇ માટે છોડાયેલું પાણી સૌરાષ્ટ્રના ધ્રાગંધ્રા, હળવદ, મોરબી, વઢવાણ ઉપરાંત વિરમગામ, પાટડી, માંડલ, સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર, ભાભર, વાવ-થરાદ, રાપર અને ભચાઉના વિસ્તારોમાં પુરું પડાશે. વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇને અને સિંચાઇ માટેની જરૂરિયાતને લક્ષમાં લઇને ગુજરાતના જરૂરિયાતવાળા વિસ્તારોમાં સિંચાઇ માટે જરૂરી પાણીનો જથ્થો પુરો પડાશે તેમ શ્રી ખોડાએ ઉમેર્યું હતું. ગઇકાલ સુધી માત્ર પીવાના પાણી માટે 2800 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવતો હતો, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે તા.4 થી જુલાઇના રોજ સવારે 8-00 વાગ્યા સુધી નર્મદા ડેમમાં 16 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેને લીધે આજે સવારે 8.00 વાગ્યે નર્મદા ડેમની સપાટી 120.03 મીટર રહેવા પાણી છે, તેમ જણાવી નર્મદા ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.યુ. દલવાણીએ ઉમેર્યું હતું કે, ડેમમાં પાણીની ઉક્ત આવકને લીધે ગઇકાલ કરતાં આજે ડેમની સપાટીમાં 17 સે.મી. વધારો નોંધાયો છે.નર્મદાને જીવંત રાખવા 595 ક્યુસેક પાણી છોડાયુ
સમગ્ર દક્ષિણ-મધ્ય ગુજરાતમાં નર્મદા નદી આસ્થાનો વિષય છે. નર્મદા નદીમાં જ પાણી ન છોડાતા ભરૂચમાં નદી સુકી ભઠ્ બની હતી અને મીઠાનું મેદાન સર્જાયું હતું ત્યારે આજે સરકારે નર્મદાને જીવંત રાખવા માટે ડેમના ગોડબોલે ગેટમાંથી 595 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ પાણી નર્મદા નદીને જીવંત રાખવાનું કામ કરશે.
First published: July 4, 2019, 9:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading