Home /News /gujarat /પાણીના કકળાટ વચ્ચે ઓલપાડમાં ખેડૂતોએ શરૂ કરી 'માધુરી'ની ખેતી

પાણીના કકળાટ વચ્ચે ઓલપાડમાં ખેડૂતોએ શરૂ કરી 'માધુરી'ની ખેતી

માધુરી શક્કર ટેટીની ખેતી

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો માટે સિંચાઇના પાણીના કકળાટ વચ્ચે ઓલપાડના પૂર્વ વિસ્તારના ખેડૂતોએ શાકભાજી અને શેરડીનો પાક છોડી માધુરી (એક પ્રકારની શક્કર ટેટી)નો પાક લેતા ચાલું કહ્યું છે.

    કેતન પટેલ, બારડોલીઃ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો માટે સિંચાઇના પાણીના કકળાટ જોવા મળે છે. આ પરિસ્થિતિ વચ્ચે ઓલપાડના પૂર્વ વિસ્તારના ખેડૂતોએ શાકભાજી અને શેરડીનો પાક છોડી માધુરી (એક પ્રકારની શક્કર ટેટી)નો પાક લેતા ચાલું કહ્યું છે. આ વર્ષે મબલખ પાક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો છે. માધુરીનો પાક ત્રણ માસમાં તૈયાર થવાની સાથે ઓછા ખર્ચે વધુ પાકનું ઉત્પાદન થતું હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

    સામાન્ય રીતે ઓલપાડ તાલુકામાં ડાંગર, શાકભાજી અને શેરડીનો પાક લેવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ઉકાઈ જળાશયમાં સિંચાઇનું પાણી ઓછું હોવાની વાત સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે છે. સિંચાઈ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરી ચાલુ વર્ષે ડાંગરનો પાક નહીં લેવા કહેવામાં આવ્યું હતું.

    તો બીજી તરફ કેનાલોમાં સિંચાઈ માટે રોટેશન મુજબ પાણી છોડવામાં આવ્યા પણ ટેઈલ વિસ્તારના અસંખ્ય ગામો સુધી સિંચાઇના પાણી નહીં પહોંચતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જે ખેડૂતોએ શેરડી, ડાંગર અને શાકભાજીનો પાક લીધો હતો. એ ખેડૂતો પોતાનો પાક બચાવવા ટેન્કરો દ્વારા વેચાતું પાણી લાવી રહ્યા હતા. આવા સમયે ઓલપાડના પૂર્વ વિસ્તારના 5થી 7 ગામોના ખેડૂતોએ શેરડી, શાકભાજી, ડાંગર છોડી માધુરીનો પાક લીધો છે અને તેઓ સફળ રહ્યા છે.

    સામાન્ય રીતે માધુરીએ શક્કર ટેટીનો એક ભાગ છે. અને કાળી માટીમાં આ પાક લેવાય છે. આ પાક ત્રણ મહિનામાં તૈયાર થઇ જાય છે અને સારું એવું ઉત્પાદન અને સારો ભાવ મળે છે. જયારે શેરડીના પાકને દોઢ વર્ષ સુધી રાહ જોવી પડે છે. ખાસ કરીને ચાલુ વર્ષે સિંચાઇના પાણીનો કકળાટ છે. આવા સમયે માધુરીનો પાક ઓછા પાણીમાં અને ઓછા સમયમાં મબલખ થતો હોય છે. આવા સમયે ઓલપાડ પૂર્વ વિસ્તારના ખેડૂતોએ માધુરીનો પાક મોટા પ્રમાણ બનાવી ખેડૂતોએ મબલખ પાક લીધો છે.

    ખેડૂતોના ખેતરમાં મબલખ પાક થતા સુરતના ફ્રૂટના વેપારીઓ ગામડાની વાટ પકડી છે. અને ખેડૂતના ભાવે ખેડૂતોના ખેતરમાંથી મોટા પ્રમાણમાં માધુરી નામના ફ્રૂટને ખરીદી લઇ સુરત જેવા શહેરમાં તેમના ભાવે વેચી ખેડૂતો અને વેપારીઓ સારી એવી આવક રડી રહ્યા છે.એટલે પ્રગતિશીલ ખેડૂતો કોઈ પણ પરિસ્થિતિમાં રસ્તો શોધી લેતા હોય છે.

    આજે ઓલપાડના પૂર્વ વિસ્તારમાં સાંધીએર,પરિ યા,માધર,ખલિફા,અછારણ જેવા અનેક ગામોના ખેડૂતો માધુરીનો પાક મેળવી પોષણ શ્રમ ભાવ મેળવી રહ્યા છે.માધુરી ફળ ઉનાળામાં સ્વાસ્થ્ય વર્ધક અને શરીરને ઠંડક આપનારું છે લોકો હોંશે હોંશે ખરીદી ખાતા હોય છે
    Published by:ankit patel
    First published:

    Tags: Water Crisis, ઓલપાડ, ખેડૂતો, ખેતી, દક્ષિણ ગુજરાત, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन