Home /News /gujarat /નોટબંધીના વિરોધમાં 10 હજાર ખેડૂતોની રસ્તા પર ડાંગર, દુધ ઠાલવી પ્રદર્શનની ચિંમકી

નોટબંધીના વિરોધમાં 10 હજાર ખેડૂતોની રસ્તા પર ડાંગર, દુધ ઠાલવી પ્રદર્શનની ચિંમકી

સુરતઃ સુરત ડિસ્ટ્રીકટ -કો-ઓપરેટિવ બેંકમાથી નાણાં પુરતી માત્રામા નહીં મળતા ખેડૂતો, પશુપાલકો તથા સહકારી ક્ષેત્રમા ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકાર સામે રોષ ઠાલવવા માટે ખેડૂત સમાજ દ્વારા 19મી નવેમ્બરના રોજ ટ્રાફિક જામ કરવામા આવશે. 10 હજાર જેટલા ખેડૂતો રસ્તા પર ડાંગર, શેરડી તથા દુધ નાંખીને વિરોધ પ્રદર્શન કરશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

સુરતઃ સુરત ડિસ્ટ્રીકટ -કો-ઓપરેટિવ બેંકમાથી નાણાં પુરતી માત્રામા નહીં મળતા ખેડૂતો, પશુપાલકો તથા સહકારી ક્ષેત્રમા ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકાર સામે રોષ ઠાલવવા માટે ખેડૂત સમાજ દ્વારા 19મી નવેમ્બરના રોજ ટ્રાફિક જામ કરવામા આવશે. 10 હજાર જેટલા ખેડૂતો રસ્તા પર ડાંગર, શેરડી તથા દુધ નાંખીને વિરોધ પ્રદર્શન કરશે.
કાળા બજારીઓ પર સંકજો કસવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એકાએક સર્જિકલ સ્ટ્રાઇક કરી રુપિયા 500 અને એક હજારની નોટ બંધ કરી દીધી હતી. જેને કારણે સમગ્ર દેશમાં ખળબળાટનો માહોલ છવાય ગયો છે. નોટ બંધ થતાની સાથે જ લોકોએ રુપિયા ભરવાની સાથે રુપિયા ઉપાડવા માટે પણ લાંબી કતારો લગાવી છે. આ સાથે બીજી તરફ એકાએક સહકારી બેંકો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી રુપિયાની લેવડ-દેવડ બંધ કરી દેતા ખેડૂતોની હાલત સૌથી દયનીય બની છે. છ લાખ ખેડૂત ખાતેદારોએ છતે પૈસે ભીખ માંગવા જેવી સ્થિતિ સર્જાવા પામી છે.

હાલમાં શેરડી, ડાંગર, કપાસ , પિયત  જેવા પાકો તૈયાર છે, જો કે તેની સામે મજુરોને ચુકવવાના છુટ્ટા પૈસા ન હોવાને કારણે ખેડૂતોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સહકારી બેંકોના લેવડ-દેવડ બંધના વિરોધમાં 19મી નવેમ્બરના રોજ ખેડૂત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદશન કરીને ટ્રાફિક જામ કરવામાં આવશે. આશરે દસ હજાર જેટલા ખેડૂતો ડાંગર, દુધ તથા શેરડી રસ્તા પર ફેકીને વિરોધ પ્રદશન કરશે. તેઓ દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવશે કે સહકારી બેંકોમા રુપિયાની લેવડ-દેવડ શરુ કરવામાં આવે કે જેને લઇને ખેડૂતોનું જનજીવન શરુ થઇ શકશે.

ફાઇલ તસવીર

First published:

Tags: 500-1000 નોટ બંધ, નોટબંધી, વિરોધ પ્રદર્શન

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन