છોટા ઉદેપુરઃ શહીદ દિલીપ રાઠવાનો પરિવાર હાર્દિકને જામીન મળતા નારાજ

છોટા ઉદેપુરઃ હાર્દીક પટેલને મળેલા જામીન અંગે પાટીદાર આંદોલનમાં શહીદ થનાર પોલીસ જવાનનો પરિવાર દુઃખની લાગણી સાથે સરકારના હાર્દિકને અપાઈ રહેલા સમર્થનને લઇ આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે.શહીદના પિતા ઇશ્વરભાઇ રાઠવા, તેનો ભાઇ જગદીશ અને શહીદની પત્ની આશાબેન રાઠવાએ હાર્દિકને જામીન મળતા નારાજગી વ્યક્ત કરી હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
છોટા ઉદેપુરઃ હાર્દીક પટેલને મળેલા જામીન અંગે પાટીદાર આંદોલનમાં શહીદ થનાર પોલીસ જવાનનો પરિવાર દુઃખની લાગણી સાથે સરકારના હાર્દિકને અપાઈ રહેલા સમર્થનને લઇ  આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે.શહીદના પિતા ઇશ્વરભાઇ રાઠવા, તેનો ભાઇ જગદીશ અને શહીદની પત્ની આશાબેન રાઠવાએ હાર્દિકને જામીન મળતા નારાજગી વ્યક્ત કરી હતી.
સુરત શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વદેસિયા ગામનાં વતની દિલીપ ઈશ્વરભાઈ રાઠવા ગત વર્ષ 26મી ઓગસ્ટે પાટીદાર આંદોલનમાં ફાટી નીકળેલા તોફાનોમાં ફરજ દરમિયાન શહીદ થયા હતા. ગરીબ આદિવાસી શહીદ દિલીપ રાઠવાનાં પરિવારમાં બે બાળકો, ધર્મ પત્ની સહીત વૃદ્ધ માતા પિતા અને બે ભાઈઓ છે.

ત્યારે પાટીદાર આંદોલન ના પ્રણેતા એવા હાર્દીક પટેલને  તાજેતરમાં સુરત કોર્ટ અને ત્યાર બાદ વિસનગર કોર્ટમાંથી જામીન મળતા શહીદ દિલીપ રાઠવાનાં પરિવારજનોમાં દુઃખની લાગણી સાથે સરકારનાં  હાર્દિકને જામીન મળે તેવા પ્રયાસ થી સરકાર હાર્દિકને સમર્થન આપતી હોવાના વલણને લઇ સરકાર સામેં આક્રોશ ઠાલવી રહ્યો છે. અને સરકાર અને રાજ્યની સલામતી માટે શહીદી વ્હોરનાર એવા પોલીસ જવાન ને તો સરકારે કોઈજ આર્થિક મદદ કરી નથી તેમ જણાવી રહ્યું છે.
First published: