વલસાડઃ વલસાડ જિલ્લાની પારડી પોલીસએ કાર પર લાલ લાઇટ લગાવી રોફ જમાવતા એક નકલી કસ્ટમ ઓફિસર ને ઝડપી પાડ્યો છે.રાજ્યમા આતંકવાદી હુમલાની આશંકા ને પગલે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાની પોલીસ સતર્ક છે અને પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીથી ગુજરાતમા પ્રવેશતા તમામ નાકાઓ પર ચેક પોસ્ટ ઊભી કરીને રાજ્ય મા પ્રવેશતા વાહનોનુ ચેકિઁગ કરાઇ રહ્યુ છે.
દમણથી ગુજરાતમા પ્રવેશતી કલસર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે ભારત સરકારની કસ્ટમ વિભાગના અધિકારીનો હોદ્દો લખેલ દમણ થી ગુજરાતમા પ્રવેશતી એક કાર પર શંકા જતા પોલીસએ કારને રોકી તપાસ કરતા ગાડીમાથી લાલ લાઇટ પણ મળી આવી હતી.જોકે કાર ચાલકએ પોતે કસ્ટમ વિભાગનો ઉચ અધિકારી તરીકે ઓળખ આપી હતી.જોકે લાલ લાઇટ વાલી ગાડી સાથે પોલીસના હાથે ઝડપાયેલ વ્યક્તિ નશાની હાલતમા જણાતા પોલીસએ વધુ પૂછપરછ કરતા ઝડપાયેલ આરોપીએ પોલીસ પર પણ રોફ માર્યો હતો.
જોકે પોલીસએ લાલ લાઇટ વાળી ગાડી સાથે ઝડપાયેલ શખ્સને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરતા તેની ઓળખ સુરતમા રહેતા તન્મય તરીકે થઈ હતી વધુ પૂછપરછ મા આરોપી કસ્ટમ ના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી હતી આથી પોલીસએ લાલ લાઇટ ,કસ્ટમ વિભાગ લખેલ બોર્ડ અને કાર કબજે કરી આરોપી ની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર