Home /News /gujarat /

EVMની કૃપા, ઓલપાડની આ સીટ પર 1 કલાક સુધી ના પડ્યો એકપણ વોટ

EVMની કૃપા, ઓલપાડની આ સીટ પર 1 કલાક સુધી ના પડ્યો એકપણ વોટ

આજે પ્રથમ તબક્કાનું મતદાન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને 19 જિલ્લાઓની 89 બેઠકો પર લોકો વોટિંગ કરી રહ્યાં છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન કરવામાં આવશે. 14,155 સ્થળો પર 24,689 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના 2,12,31,652 મતદારો મતદાન કરશે. પરંતુ કેટલીક બેઠકો પર ઈવીએમ મશીનો ખોટવાઈ જતાં વોટર્સોની હાલત સવારથી જ કફોડી થવા લાગી હતી. આવી જ એક ઘટના સુરતના ઓલપાડમાંથી સામે આવી છે.
આ ઘટના સુરતના ઓલપાડમાં આવેલ સોંદલાખારા ગામમાં બની છે. આ ગામમાં મતદાન શરૂ થયાના એક કલાક સુધીમાં એકપણ મતદાર વોટિંગ કરી શક્યો નહતો. આ ગામમાં વીવીપેટ મશીનમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે મતદાનમાં વિલંબ થયો હતો. આમ સવારથી વોટિંગ કરવા માટે આવેલા લોકો વોટિંગ કરી શક્યા નહતા. આમ ઓલપાડ ઉપરાંત પણ અસંખ્ય બેઠકો પરથી ઈવીએમની સમસ્યાઓ સામે આવી રહી છે. તે ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ પણ ઈવીએમને લઈને પ્રશ્ન ઉભા કર્યા હતા. તેમને જણાવ્યુું કે, ઈવીએમ વાઈફાઈ સાથે ક્નેક્ટ થઈ રહ્યું હોવાથી તેમાં છેડછાડ થઈ શકે છે, તેથી તેમને મતદાન અટકાવ્યું હતું અને આ સમસ્યાને હલ કરવાનું કહ્યું હતું. આમ દશેરાના દિવસે જ ઘોડો ના દોડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. હાલમાં ઈવીએમ પોતાની નકારાત્મક કૃપાઓનું વરસાદ કરી રહ્યું છે.

તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઈવીએમ અને વીવીપેટમાં આવી રહેલી સમસ્યાઓને લઈને ગુજરાત ઈલેક્શનના ટ્રેનર વિપુલ ગોતીએ જણાવ્યું હતું કે, આ એક ટેકનિકલ એરર છે, આ એક ઈલેક્ટ્રોનિક મશીન છે, તેથી ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે, પરંતુ હાલમાં બધી જ સમસ્યાઓનો અંત લાવીને મતદાન શરૂ કરાવી દીધું છે.
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, ઓલપાડ, સુરત

આગામી સમાચાર