સુરતમાં રોગચાળો : કમળાથી 18 વર્ષના યુવાનનું મૃત્યુ, પાણીજન્ય રોગોથી 9 મોત

News18 Gujarati
Updated: August 22, 2019, 12:55 PM IST
સુરતમાં રોગચાળો : કમળાથી 18 વર્ષના યુવાનનું મૃત્યુ, પાણીજન્ય રોગોથી 9 મોત
માંદગીના કારણે સુરતમાં સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની લાઇનો લાગી છે.

પીપલોદમાં 18 વર્ષનો યુવક કમળાનો ભોગ બન્યો, સ્મીમેરમાં મલેરિયાના 139 કેસ, મૃત્યુઆંક 9 પર પહોંચ્યો

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : ચોમાસાએ વિરામ લેતા શહેરમાં રોગચાળાએ માથું ઉંચકચ્યું છે. શહેરમાં રોગચાળો વકરતાં અત્યારસુધીમાં 9 મોત થઈ ગયા છે. આજે પીપલોદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનું કમળાના કારણે મોત થયું છે. શહેરમાં ઠેરઠેર માંદગીના વાવર જોવા મળી રહ્યાં છે. સરકારી અને ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે.

સિવિલ હૉસ્પિટલમાં અત્યારસુધીમાં મલેરિયાના 75 કેસ નોંધાયા છે જ્યારે ગેસ્ટ્રો બીમારીઓના 50 કેસ નોંધાયા છે. તાવના 40 કેસ આ મહિનામાં નોંધાઈ ગયા છે. જ્યારે શહેરની સ્મીમેર હૉસ્પિટલમાં મલેરિયાના 139, ગેસ્ટ્રોના 115,કોલેરાનો એક કેસ નોંધાયા છે.
આ પણ વાંચો :  રોગચાળો તો નિમિત્ત છે, જીવન મરણ કુદરતના હાથમાં : MLA ગોવિંદ પટેલ

શહેરમાં સરકારી ચોપડે દાખલ થયેલા આંકડાઓ અને ખાનગી હૉસ્પિટલના આંકડાઓને જો ગણવામાં આવે તો કહી શકાય કે શહેર રોગચાળાના ભરડામાં છે. વરસાદ બાદ ઠેરઠેર ગટરો ઉભરાઈ હતી અને મચ્છરોના ઉપદ્રવથી લોકો માંદગીનો ભોગ બન્યાં છે. સુરત શહેરની સાથેસાથે રાજોકટમાં પણ રોગચાળો વકર્યો છે. રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આરોગ્ય કમિશન જયંતિ રવિ રાજકોટ દોડી ગયા છે. રાજકોટમાં એક મહિનામાં 21,000 કરતાં વધુ દર્દીઓ નોંધાયા છે.

 

 
First published: August 22, 2019
વધુ વાંચો
अगली ख़बर