સુરત રોગચાળાના ભરડામાં, માત્ર ડેન્ગ્યૂના જ 778 દર્દીઓ હૉસ્પિટલમાં દાખલ

News18 Gujarati
Updated: November 8, 2019, 2:30 PM IST
સુરત રોગચાળાના ભરડામાં, માત્ર ડેન્ગ્યૂના જ 778 દર્દીઓ હૉસ્પિટલમાં દાખલ
સુરતની સરકારી હૉસ્પિટલોમાં બેડ ખુટી પડતાં દર્દીઓને જમીન પર ગાદલા પાથરી સારવાર આપવાની ફરજ પડી છે.

વરસાદે વિરામ લેતાં શહેર રોગચાળાના અજગર ભરડામાં શહેરમાં તાવ, મલેરિયા અને ગેસ્ટ્રોના 1706 દર્દીઓ

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરત (Surat) શહેરમાં પડેલા કમોસમી (Non seasonal Rain ) વરસાદ અને 'મહા' નામના વાવાઝોડા (cyclon Maha) ને લઈને વાતાવરણમાં આવેલા પલટાને (cimate change) લઈને શહેર માં રોગચાળાએ (epidemic) માથું ઉંચક્યું છે. શહેરની હૉસ્પિટલોમાં દર્દીની (Patients) સંખ્યા વધી રહી છે ત્યારે હસ્પિટલ દર્દીને જમીન પર સુવડાવી સારવાર આપવામાં આવે છે. સુરત શહેરમાં ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં રોગચાળાએ માઝા મૂકી છે ત્યારે શહેર મનપાની ટીમ સતત કાર્યરત બની છે પરંતુ રોગચાળાને નાથવામાં નિષ્ફળ નિવડી છે. તેને લઇ લોકો ચિંતામાં પડ્યા છે. હાલમાં શહેરની વિવિધ હૉસ્પિટલોમાં માત્ર ડેન્ગ્યૂના જ 778 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે અન્ય તાવ, મલેરિયા, ગેસ્ટ્રોના 1706 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

સુરતની જુદી જુદી હૉસ્પિટમાં દર્દીઓની સંખ્યા

સ્મીમેર હૉસ્પિટલમાં ડેંગ્યૂ 198

નવી સિવિલમાં ડેંગ્યૂ 580

સ્મીમેર મેલેરિયા 98

નવી સિવિલ મેલેરિયા 403સ્મીમેર તાવ 80

નવી સિવિલ તાવ 171

સ્મીમેર ગેસ્ટ્રો 44

નવીસીવીલ ગેસ્ટ્રો 32

આ પણ વાંચો : 8 લાખ રૂ.ની લાંચના કેસમાં ફરાર જેતપુરના Dy.Sp ભરવાડ ACBમાં હાજર થયા

જમીન પર ગાદલા પાથરી સારવાર આપવી પડી!

ગત વર્ષની સરખામણીએ આ વખતે રોગચાળામાં દર્દીનો સતત વધારો નોંધાયો છે. મ.ન.પાની ટીમ દ્વારા અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ જે પ્રમાણેના આંકડા સામે આવ્યા છે તેને લઇને ગ્રાઉન્ડ રિયાલિટી કંઇક ઓર જે છે. સતત વરસી રહેલ વરસાદ અને 'મહા' નામના વાવાઝોડા ને લઈને આવેલ વાતાવરણ ના પલટાને લઈને રોગ ચાળો સતત પોતાનું માથું ઊંચકી રહ્યું છે. જોકે, મનપા દ્વારા રોગ ચાળો ડામવા માટે સતત ટીમ બનાવી ઘરે ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે. જ્યાં ડેંગ્યૂના બ્રિડીંગ મળે ત્યાં કાર્યવાહી કરવા છતાંય રોગ ચાળો કાબૂમાં નથી આવતો. દર્દીઓની સંખ્યામાં હાલમાં એટલો વધારો જોવા મળી રહ્યો છે કે એક બેડ પર બે દર્દી રાખવા પડે તેવી સ્થિતિ છે અને કેટલાક દર્દીઓને જમીન પર ગાદલા નાખી સારવાર આપવામાં આવી રહી છે

આ પણ વાંચો :  રાજકોટમાં ડેન્ગ્યૂનો હાહાકાર : આટકોટના આરોગ્ય અધિકારીની પુત્રીનું મોત

ખાનગી હૉસ્પિટલો પણ દર્દીથી ઉભરાઈ

જોકે, રોગ ચાળો નાથવા માટે મનપા દ્વારા અલગ અલગ વિસ્તાર ટિમ દ્વારા દવા સાથે સ્વચ્છતા માટે ની કામગીરી કરવામાં આવી રહી છે, છતાંય સવાર પડેને દર્દી ની લાંબી લાઇન સરકારી હૉસ્પિટલ ખાતે જોવા મળે છે, જોકે, સરકારી સાથે ખાનગી હૉસ્પિટલ પણ દર્દીથી ઉભરાઈ રહી છે જોકે સૌથી વધુ દર્દી ડેંગ્યૂ ના જોવા મળે છે ત્યારે તંત્ર દ્વારા આગામી દિવસ માં રોગ ચાળો નાથવા ક્યાં પ્રકાર નો એક્સન પ્લાન બનાવે છે તે જોવું જ રહ્યું

 
First published: November 8, 2019, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading