સુરત : મેં તેરે કો ઘર મેં ઘુસ કે ટપકા ડાલુંગા, મેં બહુત ખતરનાક આદમી હું

સુરત : મેં તેરે કો ઘર મેં ઘુસ કે ટપકા ડાલુંગા, મેં બહુત ખતરનાક આદમી હું
પ્રતિકાત્મક તસવીર

ઇંગ્લિશ સ્કૂલના સંચાલકને વાલીએ જાનથી મારી નાખવાની ધમકી આપી

  • Share this:
સુરત : પરવત પાટીયા ડુંભાલ ખાતે આવેલ મોર્ડન ઇંગ્લિશ સ્કૂલના સંચાલક દ્વારા ઓનલાઈન પરીક્ષા અને બાકી ફી ભરવા મામલે વિદ્યાર્થીઓના વાલીઓને વોટ્સઅપ ઉપર મેસેજ કર્યો હતો. જે મેસેજને લઈને ધોરણ-6માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના વાલીએ સ્કુલમાં આવી ભારે હોબાળો મચાવ્યો હતો. વાલીએ ડિરેકટરને તેમની ઓફિસમાં ઘુસીને ઓનલાઈન ભણાવો છો તેની ફી હોતી નથી અને હું ફી ભરવાનો નથી કહી બિભત્સ ગાળો આપી હતી. વાલીએ ડિરેકટરને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું હતું કે મેં તેરે કો ઘર મેં ઘુસ કે ટપકા ડાલુંગા, મેં બહુત ખતરનાક આદમી હું. આ બનાવ અંગે પોલીસે ડિરેકટરની ફરિયાદ લઈ વાલી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

બનાવ અંગે લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ ભટાર રવિશંકર સંકુલ પ્રજ્ઞા ઍપાર્ટમેન્ટમાં રહેતા યોગેશભાઈ નાનાલાલ શાહ પરવત પાટીયા, ડુંભાલ ગામ, શંકુતલા સોસાયટીમાં આવેલ મોર્ડન ઇંગ્લિશ સ્કુલમાં મેનેજીંગ ડિરેકટર છે. યોગેશભાઈની સ્કુલમાં ગત 26મી નવેમ્બરના રોજ ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે તેમના વાલીઓને વોટ્સઅપ મેસેજ કર્યા હતા. જેથી ગઈકાલે ધો-૬ના વિદ્યાર્થી મો.અયાન ઈમ્તિયાઝ અંસારીના વાલી મો. ઈમ્તિયાઝ મો.યાસીન અંસારી તેમની ઓફિસમાં આવ્યા હતા અને યોગેશભાઈને આ મેસેજ શું છે ? પુછતા યોગેશભાઈએ કહ્યું હતું કે તમારો છોકરો અમારી સ્કૂલમાં ભણે છે અને અમારી સ્કૂલ ઓગસ્ટ મહિનાથી ઓનલાઈન ભણાવે છે અને ડિસેમ્બર મહિનામાં ઓનલાઈન પરીક્ષા લેવાની છે. જેથી તમારા બાળકની સપ્લિમેન્ટ્રી લઈ લો અને તેની બાકી નીકળતી ફી ભરી જવા કહ્યું હતું.આ પણ વાંચો - અમદાવાદ : કોર્ટના આદેશ બાદ તંત્ર હરકતમાં, 5 એકમ સીલ કરાયા, હોસ્પિટલને 50 હજારનો દંડ

જેથી મો. ઈમ્તિયાઝે એકદમ ઉશ્કેરાઈને જોરજોરથી બિભત્સ ગાળો આપી હતી અને કહ્યું હતું કે તમે જે ઓનલાઈન ભણાવો છો તેની ફી હોતી નથી હું તે ફી આપવાનો નથી. ઈમ્તિયાઝે જોરથી બુમો પાડતા સ્કૂલના અન્ય શિક્ષકો દોડી આવ્યા હતા. યોગેશભાઈએ બુમો પાડવાની ના પાડતા મો. ઈમ્તીયાઝે મેં તેરે કો ઘર મે ઘુસ કે ટપકા ડાલુંગા મેં બહુત ખતરનાક આદમી હોવાનુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવ અંગે યોગેશભાઈએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસની પીસીઆર સ્કૂલમાં આવી ગઈ હતી અને મો. ઈમ્તિયાઝને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી. પોલીસે યોગેશભાઈની ફરિયાદ લઈ મો. ઈમ્તિયાઝ અંસારી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:November 28, 2020, 22:04 pm

ટૉપ ન્યૂઝ