સુરત : કોવિડ હોસ્પિટલના નિર્માણ સમયે પાંચમા માળેથી પડતા એન્જીનિયરનું મોત


Updated: July 10, 2020, 5:12 PM IST
સુરત : કોવિડ હોસ્પિટલના નિર્માણ સમયે પાંચમા માળેથી પડતા એન્જીનિયરનું મોત
સુરત : કોવિડ હોસ્પિટલના નિર્માણ સમયે પાંચમા માળેથી પડતા એન્જિનિયરનું મોત

સમગ્ર ઘટનાને લઇને હાલમાં કોવિડ હોસ્પિટલ તૈયાર કરવાની કામગીરી કરી રહેલા કર્મચારીઓની સુરક્ષાને લઇને પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે

  • Share this:
સુરત : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ સ્ટેમસેલ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોર અને ત્રણ માળ સુધી હાલમાં કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેના બાકીના ત્રણ માળ પણ કોવિડ હોસ્પિટલ બનાવવાના આદેશ સીએમ દ્વારા આપવામાં આવ્યા હતા. જેનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. કામનું મોનિટરીંગ કરવા માટે ગયેલા ઇલેકટ્રીક એક્ઝિકયુટિવ એન્જિનિયર અચાનક કામ ચેક કરતી વખતે પાંચમા માળેથી પટકાતા તેમનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.

નવી સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. આવા સમયે પોઝિટિવ દર્દીઓને બેડની અછત ન પડે તે માટે પાછલા સપ્તાહમાં સુરત આવેલા મુખ્યમંત્રીએ સિવિલ કેમ્પસમાં આવેલ સ્ટેમસેલ બિલ્ડીંગમાં કાર્યરત ત્રણ માળની કોવિડ હોસ્પિટલને 6 માળ સુધી લઇ જવાની જાહેરાત કરી હતી. જેને લઇને ત્યા રાત દિવસ કામ ચાલી રહ્યું છે. આવા સમયે તમામ સરકારી વિભાગના અલગ અલગ વિભાગે કામ વહેચી લીધું છે. આજે બપોરના સમયે ઈલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયર જશવંત વી શિહોરા ઇલેકટ્રીક કામગીરીનું સુપરવિઝન કરવા માટે આવ્યા હતા. જયા સુપરવિઝન કરતી વખતે અચાનક તેઓ પાંચમાં માળેથી સીધા નીચે પટકાયા હતા. નીચે પટકાતાની સાથેજ સ્થાનિક સ્ટાફ દોડી આવ્યો હતો અને ત્યા આવેલી 108 મારફતે આગળ નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે તેમને લઇ જવામાં આવ્યા હતા. જયા સારવાર મળે તે પહેલા જ તેમનું કરૂણ મોત નિપજયું હતું.


આ પણ વાંચો - સ્કૂલની ફી માફ કરવા માટે સુરતથી પીએમને 5000 હજાર પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા

સમગ્ર ઘટનાને લઇને હાલમાં કોવિડ હોસ્પિટલ તૈયાર કરવાની કામગીરી કરી રહેલા કર્મચારીઓની સુરક્ષાને લઇને પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે. હાલમાં આ કોઇ અકસ્માત છે કે પછી ઘટના તે અંગે ખટોદરા પોલિસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ મૃતક એન્જિનિયરનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. હાલમાં પોલિસે સ્થાનિક કામ કરતા લોકોના નિવેદન નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by: Ashish Goyal
First published: July 10, 2020, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading