બત્તી ગુલ મીટર ચાલુ : સુરતમમાં લૉકડાઉનમાં બંધ કારખાનામાં વીજ બિલ અપાતા વિરોધ 


Updated: June 4, 2020, 11:17 AM IST
બત્તી ગુલ મીટર ચાલુ : સુરતમમાં લૉકડાઉનમાં બંધ કારખાનામાં વીજ બિલ અપાતા વિરોધ 
કાપડ ઉદ્યોગ સંપૂર્ણ બંધ હોવા છતાંય વીજ કંપની દ્વારા બિલ આપવામાં આવતા કાપડ વેપાર સાથે જોળાયેલા લોકોનો કંપની સામે નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો.

કાપડ ઉદ્યોગ સંપૂર્ણ બંધ હોવા છતાંય વીજ કંપની દ્વારા બિલ આપવામાં આવતા કાપડ વેપાર સાથે જોળાયેલા લોકોનો કંપની સામે નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો.

  • Share this:
સુરત - કોરોના વાઇરસનું સક્ર્મણ અટકાવવા છેલ્લા બે મહિનાથી લૉકડાઉન આપવામાં આવ્યુ હતું. જેને કારણે કાપડ ઉદ્યોગ સંપૂર્ણ બંધ હોવા છતાંય વીજ કંપની દ્વારા બિલ આપવામાં આવતા કાપડ વેપાર સાથે જોળાયેલા લોકોનો કંપની સામે નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. જોકે, કાપડ વણાટ ઉદ્યોગ સાથે જોડાયેલ વેપારી દ્વારા બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

કોરોના વાયરસને લઇને દેશભરના વેપાર ઉદ્યોગ ધંધા બે મહિના બંધ હતા. ત્યારે સુરતનો કાપડ વણાટ ઉદ્યોગ પણ બંધ રાખવામાં આવ્યો હતો. જોકે લૉકડાઉનમાં છૂટછાટ મળે તે પહેલા આ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો વતન તરફ હિજરત કરી ગયા હતા. ત્યારે સતત બે મહિના બંધ રહેલા ઉદ્યોગ ને આજે GEB  વીજ કંપની દ્વારા એવરેજ બિલ આપવામાં આવતા વેપારીઓમાં નારાજગી  સાથે રોષ જોવા માંડ્યો હતો. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ સાયં રોડની અંજની ઇન્સ્ટ્રીયલ વિવર્સ દ્વારા પોતાના કારખાના બહાર બેનર લગાવી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. સતત ઉદ્યોગ  બંધ હોવા છતાંય કંપની પોતાના મનસ્વીપણે વીજ બિલ મોકલીને વતન ઉદ્યોગમાં થયેલા નુકસાન સામે જોવાને બદલે પોતાના રૂપિયા કમાવા માટે બિલ મોકલીને વીવર્સને પડ્યા પર પાટુ મારી રહી છે.

આ પણ વાંચો -  સુરત સહિત રાજ્યમાં પાન મસાલાનાં વેપારીઓની 1.96 કરોડની કર ચોરી ઝડપાઇત્યારે કારખાના બહાર વીજ બિલના બહિષ્કારના બેનર લગાવી વિરોધ નોંધાવી રહ્યા છે અને આ મામલે આગામી દિવસ કંપની જો પોતાનાઓ નિર્ણય નહિ બદલે તો આ કાપડ ઉદ્યોગ દ્વારા આંદોલન કરી વિરોધ નોંધવાની તૈયારી પણ કરવામાં આવી છે.

આ પણ જુઓ - 
First published: June 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading