સુરત : સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે કોરોના પોઝિટિવ હોવાથી માનસિક તાણને લઇને આપઘાત કરી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વૃદ્ધે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે હું કોરોનાથી કંટાળી ગયો છું, મારા પરિવારનો આમાં કોઇ વાંક નથી. હાલમાં સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સ્વીમેર હોસ્પિટલ અને કાપોદ્રા પોલિસ પાસેથી મળતી માહિતી અનુસાર વરાછા વિસ્તારમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા 64 વર્ષીય લીલાધરભાઇ બાબુલાલભાઇ વરૂ હાલ નિવૃત જીવન ગુજારી રહ્યા હતા. તેમને સંતાનમાં 3 પુત્ર છે. જે પૈકી એક પુત્ર દૂબઇમાં છે જ્યારે અન્ય બે પુત્ર મજૂરીકામ કરીને ઘર ચલાવતા હતા. લીલાધરભાઇ પોતાના પુત્રો સાથે સુખી જીવન ગુજારી રહ્યા હતા. લીલાધર ભાઇને થોડા દિવસ પહેલાં કોરોના વાયરસના લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમાં કોરોના વાયરસનો રિપોર્ટ કરાવવા ગયા હતા. તેમનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરિવારને હોમ ક્વોરેન્ટાઇન કર્યા હતા.
લીલાધરભાઇ વારંવાર માનસિક તાણ અનુભવતા હતા. જેથી પોતાના ઘરે હીચકાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મંગળવારે સવારે પરિવારને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. વધુમાં આ બનાવ અંગે કાપોદ્રા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. લીલાધરને જયા કોરેન્ટાઇન કર્યા હતા ત્યાથી પોલીસને એક સુસાઇડ નોટ મળી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હું કોરોનાને કારણે કંટાળી ગયો છું, મારા પરિવારનો આમાં કોઇ વાંક નથી. કોરોના પોઝિટિવ હોવાથી હું આ પગલું ભરું છું.
" isDesktop="true" id="1016970" >
મનપાના 371 કર્મચારી કોરોનાથી સારા થઇ પરત નોકરી પર આવ્યા
કોવિડની કામગીરી સાથે 25 માર્ચથી સળંગ જાડાયેલ મનપાના કોરોના વોરિયર્સ પણ હવે સંક્રમણનો ભોગ બની રહ્યા છે. અત્યાર સુધી મનપાના કુલ 611 કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. જે પૈકી 15 કર્મચારીઓ મોતને ભેટ્યા છે. હાલ 225 ર્મચારી-અધિકારીઓ સંક્રમણને કારણે હોસ્પિટલ કે હોમ ક્વોરેન્ટાઇનમાં સારવાર હેઠળ છે. પ્રાપ્ત વિગતો મુજબ, અત્યાર સુધી કુલ 611 કર્મચારી-અધિકારીઓ સંક્રમણનો શિકાર બન્યા છે. જે પૈકી 371 કર્મચારીઓ સારા થઇ નોકરી પર પરત ફર્યા છે જ્યારે 225 કર્મચારીઓ હાલ સારવાર હેઠળ છે. 195 કર્મચારીઓની સ્થિતિ સારવાર દરમિયાન સ્ટેબલ છે અને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. 6 કર્મચારીઓ આઇસોલેશન સેન્ટર ખાતે સારવાર લઇ રહ્યા છે. 24 કર્મચારીઓ હોસ્પિટલાઇઝ છે. જે પૈકી 2 કર્મચારી ઓક્સિજન અને વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.