વાપીઃ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકી વલસાડ જિલ્લાની મુલાકાતે છે.પ્રદેશ પ્રમુખ બન્યા બાદ વલસાડ જીલ્લાની પ્રથમ મુલાકાતે આવેલ ભરત સિંહ આજે વાપી નજીક આવેલ પાંડોરમા યોજાનાર પારડી ખેડા સત્યાગ્રહ રેલીને સંબોધીત કરશે.જોકે એ પહેલાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકી વાપીમા પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
મીડિયા ને સંબોધતા ભરત સિંહએ ભાજપ સાશિત રાજ્ય અને કેન્દ્ર સરકાર પર અનેક મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા.મીડિયા સાથેની વાત મા ગુજરાત સરકાર કાયદો વ્યવસ્થા ,દલિતો પર અત્યાચાર રોકવા મા સરકાર નિષ્ફળ નીવડી હોવા ના આક્ષેપ કર્યા હતા.તો ઇબીસીના મુદ્દે પણ ભરત સિંહએ પોતાનો કોંગ્રેસ નો મત સ્પષ્ઠ કર્યો હતો.કોંગ્રેસ સત્તા પર આવશે તો જરૂરી બંધારણીય સુધારા વધારા કરીને 20ટકા ઇબીસી લાવશે .વધુ મા ભરત સિંહ એ ભારપૂર્વક જણાવ્યુ કે હાર્દિક પટેલ ,અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાની જે ને પણ કોંગ્રેસ ના નીતિ રીતિ સિધાંત અને કોંગ્રેસ ના નેત્રૂત્વ ને સ્વીકારશે તે તમામ ને કોંગ્રેસ આવકારસે એવુ ભરત સિંહ એ જણાવ્યુ હતુ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: કોંગ્રેસ, પાટીદાર આંદોલન, ભરતસિંહ સોલંકી