ફરાળી લોટમાં ઘઉના લોટનું ભેળસેળ કરવા બદલ બે કંપનીને 10 લાખ રૂપિયાનો દંડ

News18 Gujarati
Updated: November 8, 2019, 4:15 PM IST
ફરાળી લોટમાં ઘઉના લોટનું ભેળસેળ કરવા બદલ બે કંપનીને 10 લાખ રૂપિયાનો દંડ
પ્રતિકાત્મક તસવીર

ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા સુરતની શ્રદ્ધા ટ્રેડિંગ અને જયશ્રી સ્વામિનારાયણ એકમને દંડ કરાયો.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : રાજ્યમાં (Gujarat) અનેક પ્રકારની ભેળસેળ કરી લોટ (Floor) બનાવટ કરતી કંપનીઓ પર હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે (Food and Drug Department Gandhinagar)એ સપાટો બોલાવ્યો છે. સુરતમાં ફરાળી લોટમાં ઘઉનો લોટ મિક્સ કરીને ભેળસેળ યુક્ત લોટ બનાવી વેચતાં બે એકમોને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા રૂપિયા 10 લાખનો (fine worth Rupee 10 lac) દંડ ફટાકરવામાં આવ્યો છે. સુરતમાં શ્રદ્ધા ટ્રેડિંગ અને જયશ્રી સ્વામિનારાયણ નામના એકમોને ભેળસેળ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશન કોશિયાએ આ મામલે માહિતી આપતા જણાવ્યું, “ આમે રાજ્યમાં ફરાળી લોટ વિશેષ ડ્રાઇવ યોજી અને રાજ્યભરમાંથી નમૂના લીધા હતા. આ નમૂનાઓમાં સુરતની બે પેઢીના ફરાળી લોટના નમૂના ફેલ થયા હતા. અમે સુરતમાંથી શ્રદ્ધા ટ્રેડિંગ અને જયશ્રી સ્વામિનારાયણ બે બ્રાન્ડના લોટ લીધા હતા જેમના નમૂના ફેલ થતાં બંને પેઢીઓને પાંચ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ”

'ફરાળી લોટમાં ઘઉનો લોટ મિક્સ કરતા હતા'


કમિશનર કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે ' આ બંને પેઢીઓના લોટમાં ઘઉના લોટની ભેળસેળ જોવા મળી હતી જેના આજે ચુકાદા આવ્યા જેમાં અમે 10 લાખ રૂપિયાનો દંડ બંને એકમોને ફટકાર્યો છે. સરકારે કુલ આ ડ્રાઇવમાં 1 કરોડ એક લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ”

રાજ્યના 'ફૂડ એન્ડ ડ્રગ' કમિશન કોશિયાએ માહિતી આપી હતી કે વિભાગની સ્પેશિયલ ડ્રાઇવમાં લેવાયેલા નમૂનાઓ ફેલ થતાં આજે તેમના વિરુદ્ધ ચુકાદો આવ્યો હતો.
પેકેજ વોટરના 28 ટકા નમૂના ફેલ

ફૂડ એન્ડ ડ્રગ કમિશનરને વધુમાં જણાવ્યું કે રાજ્યમાં પેકેજ વોટરના જુદા જુદા સ્થળોએથી નમૂના લેવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે રાજ્યમાંથી લીધેલા નમૂનાઓમાં ગુણવત્તાની દૃષ્ટીએ 28 ટકા પેકેજ્ડ વોટરના નમૂના ફેલ થયા છે. અનહાઇજેનિક કંડિશનમાં પેકિંગ અને અન્ય કારણોસર આ નમૂના ફેલ થયા છે.
First published: November 8, 2019, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading