'મહા' સંકટ : જાફરાબાદનાં 3, રાજુલાનાં 3 ગામો પર સૌથી વધુ ખતરો, ઓલપાડનાં 30 ગામો અલર્ટ પર

News18 Gujarati
Updated: November 5, 2019, 3:05 PM IST
'મહા' સંકટ : જાફરાબાદનાં 3, રાજુલાનાં 3 ગામો પર સૌથી વધુ ખતરો, ઓલપાડનાં 30 ગામો અલર્ટ પર
પ્રતિકાત્મક તસવીર

અરબી સમુદ્રમાં ઉદભવેલા મહા વાવાઝોડાની અસરનાં ભાગરૂપે રાજ્યમાં ભારે વરસાદની અને દરિયો તોફાની બનવાની શક્યતા હોય વહીવટીતંત્રને સતર્ક થયું છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : અરબી સમુદ્રમાં ઉદભવેલા મહા વાવાઝોડાની અસરનાં ભાગરૂપે રાજ્યમાં ભારે વરસાદની અને દરિયો તોફાની બનવાની શક્યતા હોય વહીવટીતંત્રને સતર્ક થયું છે. વાવાઝોડું 'મહા' (Cyclone Maha) ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ (Weather department of Gujarat) 7મી નવેમ્બરે વાવાઝોડું સવારે સૌરાષ્ટ્રના દરિયા (Saurashtra) કાંઠે ટકરાશે (Costal line). વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે પરંતુ તેની અસર તો યથાવત રહેવાની સંભાવના છે. જેના કારણે દરિયાકાંઠાનાં નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાતંર કરવામાં આવશે તેવી યોજના છે.

જાફરાબાદ તાલુકાનાં ૩ અને રાજુલા તાલુકાનાં 3 ગામે પર સૌથી વધુ ખતરો

જાફરાબાદ તાલુકાનાં ૩ અને રાજુલા તાલુકાનાં 3 ગામે પર સૌથી વધુ ખતરો મંડરાઇ રહ્યો છે. દરિયાઈ પટ્ટીથી એક કિ.મી. વિસ્તારમાં આવતા કુલ 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. NDRFની એક ટીમ ભાવનગરથી જાફરાબાદ જવા રવાના થઇ છે. માચ્છીમારોને દરિયો નહી ખેડવા તંત્રની તાકિદ છે. અમરેલી ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. આપાતકાલિન સમયે 02792 230735 નંબર પર સંપર્ક કરી શકાશે. જીલ્લા કલેકટર આયુશ ઓક દ્વારા તમામ ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : 'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, 7મીએ દીવ-પોરબંદર વચ્ચે 70-80 કિ.મીની ઝડપે ટકરાશે

રૂપેણી બંદર પર 2000 બોટો લંગારવામાં આવી

દ્વારકાનાં રૂપેણી બંદર પર 2000 બોટ લંગારવામાં આવી છે. હજુ અનેક બોટ મધ્ય દરિયાથી પરત આવી રહી છે. ખેડૂત સાથે માછીમાર સમાજ માટે પણ ચિંતામાં છે. માછીમારોને ચાર મહિનાથી કોઇ રોજગારી ઉભી થઇ નથી. આ પહેલા પણ વાવાઝોડાનાં કારણે માછીમારી થઇ નથી. દરિયામાં હજુ કરંટ આવી રહ્યો છે. પવન દિશા પણ વાવાઝોડાના કારણે બદલાઇ રહી છે. આ પરિસ્થિતિમાં લોકોને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે કે, સરકાર તરફથી કોઇ અધિકારી હજુ અમને જોવા પણ આવ્યું નથી.આ પણ વાંચો : 'મહા' વાવાઝોડાનો ખતરો : ઇતિહાસમાં પહેલીવાર સોમનાથ ખાતે યોજાતો કાર્તિકી પૂનમનો મેળો રદ

ઓલપાડનાં 30 ગામો એલર્ટ પર

સુરત ' મહા ' વાવાઝોડા ની અસરને કારણે તંત્ર એલર્ટ થયું છે. ઓલપાડનાં 30, ચોર્યાશીનાં 6 અને મજૂરા તાલુકાનાં 4 ગામો એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જો જરૂર જણાશે તો આશરે 8000 લોકોનું કરાશે સ્થળાંતર કરવામાં આવશે. 30 ગામોના એક એક પાકા ઘરને લોકેટ કરાયા છે. દરિયા કિનારાનાં ગામમાં તલાટીને ગામ જ રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટમાં 40 જેટલા ગામોને કરાયા સતર્ક 

રાજકોટમાં પણ મહા વાવાઝોડાને કારણે જિલ્લા કલેક્ટર દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. 40 જેટલા નિચાણવાળા ગામોને તકેદારી રાખવા તાકીદ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં નગરપાલિકાની 6 ટીમ , મહાનગરપાલિકાની 8 ટીમ અને 2 sdrfની ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે. ચીફ સેક્રેટરી સાથે વિડિઓ કોંફરન્સ યોજી જિલ્લા કલેકટરે માહિતી આપી છે.
First published: November 5, 2019, 2:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading