આર્ટિકલ-370 નાબૂદ થવાના લીધે ભાજપને પેટા ચૂંટણીમાં ફાયદો થશે : બાવળિયા

News18 Gujarati
Updated: August 18, 2019, 4:55 PM IST
આર્ટિકલ-370 નાબૂદ થવાના લીધે ભાજપને પેટા ચૂંટણીમાં ફાયદો થશે : બાવળિયા
બાવળિયાએ વલસાડમાં કહ્યું જે કામ અન્ય કોઈ સરકારે ન કર્યુ તે નરેન્દ્ર મોદી સરકારે કરી બતાવ્યું

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વલસાડમાં કોળી સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભમાં નિવેદન કર્યુ

  • Share this:
ભરતસિંહ વાઢેર, વલસાડ : આર્ટિકલ-370 નાબૂદ થયા બાદ દેશમાં જે માહોલ ઉભો થયો છે તેના કારણે પેટા-ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. આ નિવેદન છે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનું. વાપીમાં કોળી સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભમાં હાજરી આપવા આવેલા બાવળિયાએ જણાવ્યું હતું કે દેશમાં અત્યારે ઉભા થયેલા માહોલના કારણે પેટા ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો જીતશે.

બાવળિયાએ વધુમાં જણાવ્યું, “ કાશ્મીરમાંથી કલમ-370ની કલમ નાબૂદ થવાનો જે નિર્ણય સરકારે કર્યો છે ત્યારબાદ દેશમાં જે માહોલ ઉભો થયો છે તેના કારણે અમે પેટા-ચૂંટણીઓમાં સારી રીતે જીતીશું. હવે તો લોકો સામેથી કહેતા થયા છે કે જે કામ અન્ય સરકાર નહોતી કરી શકે તે કામ નરેન્દ્ર મોદી સરકારે કરી અને દેશની ઇજ્જત અને આબરૂ વધારી છે. અમે તમામ પેટા-ચૂંટણીઓ સારી રીતે જીતવાના છીએ.”આ પણ વાંચો :   રાજનાથનો પાક.ને સ્પષ્ટ જવાબ : હવે વાતચીત માત્ર PoK પર થશે

દરમિયાન મ્મુ-કાશ્મીરમાં નાકાબંધી અને સંચાર બ્લેકઆઉટ ધીમે-ધીમે હટાવવામાં આવી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં કરવામાં આવેલા ફેરફારો બાદ કોઈ પણ ખરાબ પરિણામોથી બચવા માટે સરકારે વ્યાપક રણનીતિ અપનાવી હતી, જે હવે સામાન્ય થતી દેખાઈ રહી છે. આ રણનીતિ મુજબ રાજ્યના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી, ફોન અને ઇન્ટરનેટ લાઇનોને પ્રતિબંધિત કરવામાં આવી અને કર્ફ્યૂ લાદવા જેવા નિર્ણય લેવામાં આવ્યા.

સૂત્રોનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર પ્રશાસને હિંસક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે રાજ્યમાં ચાર ખાસ સમૂહોને સંભાળવાની ખૂબ જ પ્રભાવશાળી રણનીતિ તૈયાર કરી છે. લોકોના પહેલા સમૂહને સરકારના અધિકારીઓએ 'મૂવર્સ એન્ડ શેકર્સ' કરાર કર્યા છે. તે હેઠળ પ્રદર્શનકર્તાઓની વચ્ચે પોતાના લોકોને મોકલીને ખાનગી જાણકારી મેળવવી સામેલ છે.
First published: August 18, 2019
વધુ વાંચો
अगली ख़बर