સુરત : કોરોનાના કારણે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી ન હતી પરંતુ દિવાળીની ઉજવણી થશે તે નક્કી થઈ ગયું છે. સુરત મ્યુનિ.ના ફાયર વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારમાં હંગામી ધોરણે ફટાકડાના સ્ટોલ ફાળવણી માટે ફટાકડાના વેપારીઓ પાસે અરજી મંગાવી છે. જોકે આ વર્ષે તહેવારની ઉજવણીમાં લોકોનો જ કાપ હોવાથી અરજીની સંખ્યા વધુ નહીં રહે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે સુરતના જુદા જુદા વિસ્તારમાં દિવાળીના પર્વ નિમિત્તે કામ ચલાઉ ફટાકડાના સ્ટોલ માટે બુથનું આયોજન કર્યું છે. સુરત પોલીસની મંજુરી સાથે સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. તેના માટે મ્યુનિ. તંત્રએ ફટાકડાના વેપારીઓની અરજી મંગાવી છે. મ્યુનિ.એ નક્કી કરેલા સ્ટોલમાં ફટાકડાના વેપારીઓએ આંતરિક સમજુતીથી સ્ટોલ લેવાના હોય છે અથવા એક સ્ટોલ પર એક કરતાં વધુ અરજી આવી હોય તેવા સંજોગોમાં સ્ટોલની ફાળવણી માટે ડ્રો કરવામાં આવશે.
ફટાકડાના સ્ટોલ રાખવા ઈચ્છુક વેપારીઓએ મ્યુનિ.ના ફાયર વિભાગમાં વિવિધ પુરાવા સાથે 28 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન અરજી કરવાની રહેશે ત્યાર બાદ સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. મ્યુનિ.ના ફાયર વિભાગની ફટાકડાના સ્ટોલ ફાળવણીની જાહેરાત સાથે જ સુરતમાં હવે તહેવારોની ઉજવણીને મ્યુનિ. તંત્ર દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
" isDesktop="true" id="1040131" >
કોવિડની ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે સુરત મ્યુનિ.ના નેચર પાર્ક તથા અન્ય મનોરંજનના પ્રકલ્પો ખુલ્લા મુકવા માટેની કવાયત થઈ રહી છે. તેથી સાથે હવે કોવિડના નિયમો સાથે તહેવારોની ઉજવણી માટે પણ તંત્રએ મન બનાવી લીધું હોવાથી સુરતીઓએ નવરાત્રી નહીં ઉજવી પણ દિવાળીની ઉજવણી ચોક્કસ કરી શકશે તે નક્કી થઈ રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર