Home /News /gujarat /Video: દીવ પોલીસની દાદાગીરી! મહિલા સહિત અન્ય પ્રવાસીઓને લાફા અને લાતો મારી

Video: દીવ પોલીસની દાદાગીરી! મહિલા સહિત અન્ય પ્રવાસીઓને લાફા અને લાતો મારી

દીવ પોલીસનો વાયરલ વીડિયો

Gujarat Viral video: પોલીસે મેમો આપવાને લઇને માથાકૂટ થઇ હતી. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ પ્રવાસીઓને લાફા અને લાતો મારતી દેખાઇ રહી છે. 

અમરેલી: દીવ પોલીસનો (Diu Police) વીડિયો હાલ સોશિયલ (Diu Police video viral) મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જેની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, દીવ પોલીસ ટુરિસ્ટને નિર્દયતાથી ઢોર માર મારી રહી છે. આ ઘટના દીવ બસ સ્ટેશન નજીક સર્કલ પાસેની હોય તેમ લાગી રહ્યું છે. દીવ પોલીસ દ્વારા ટૂરિસ્ટોને ઢોરમાર માર્યો બાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

પોલીસે લાફા અને લાતો મારી

આ અંગે મળતી માહિતી પ્રમાણે, દીવ બસ સ્ટેશન પાસે દીવ પોલીસની ટુરિસ્ટ મહિલા અને પુરુષો સાથે મેમો બાબતે બોલાચાલી થઇ હતી. જે બાદ પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી પણ થવા લાગી હતી. અમરેલીના ટુરિસ્ટોની ઇકો ગાડીને રોકી લેવામાં આવી હતી. જે બાદ મેમો આપ્યો હતો. પોલીસે મેમો આપવાને લઇને માથાકૂટ થઇ હતી. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ પ્રવાસીઓને લાફા અને લાતો મારતી દેખાઇ રહી છે.



થોડા સમય પહેલા પણ આનાથી ઊંઘી ઘટના સામે આવી હતી. જેમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટર જયપ્રકાશ ચૌહાણ ઉપર એક શખ્સે પોતાની ઓફિસમાં હુમલો કર્યો હતો. પોલીસ તપાસમાં આરોપીની બહેનની ગૃહકલેશ અરજીની તપાસ પોલીસ કરી રહી હતી. આરોપીએ આવીને તમે પોલીસ વાળા મારી બહેનને કેમ સાસરે મોકલતા નથી તેવા આક્ષેપો કરીને પીઆઇને ફેંટ પકડી માર મારીને ધમકી આપી હતી. પીઆઇ જય પ્રકાશ ચૌહાણને છાતીમાં ફેંટ માર્યા હું તમે જીવતો નહી છોડું બહાર નીકળો તમારા ખેલ ખતમ કરી નાખું કહી ધમકી આપનારો શખ્સ જેલ હવાલે ધકેલાયો
First published:

Tags: Viral videos, ગુજરાત, ગુજરાત પોલીસ, દીવ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો