'મહા' વાવાઝોડું દીવનાં દરિયા કિનારે ટકરાશે, કલેક્ટરે પ્રવાસીઓને આપી મહત્વની સૂચના

News18 Gujarati
Updated: November 4, 2019, 4:15 PM IST
'મહા' વાવાઝોડું દીવનાં દરિયા કિનારે ટકરાશે, કલેક્ટરે પ્રવાસીઓને આપી મહત્વની સૂચના
દીવનાં કલેક્ટર

'હવામાન વિભાગની આગાહી પ્રમાણે 6 નવેમ્બરની સાંજથી 7 નવેમ્બરની સવાર સુધી 'મહા' વાવાઝોડું દીવનાં દરિયા કિનારે ટકરાવવાની આગાહી છે.'

  • Share this:
હરિન માત્રાવાડિયા, દીવ : ગુજરાત પર સર્જાયેલું મહા વાવાઝોડાએ (Maha cyclone)દિશા બદલી છે. આ વાવાઝોડું હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં (Arabian sea) સક્રિય છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે આ વાવાઝોડું 6 નવેમ્બરે દીવથી પોરબંદરનાં દરિયા કિનારે ટકરાશે. હાવ આ વાવાઝોડું વેરાવળથી 660 કિલોમીટર દૂર છે. 6 નવેમ્બરની મધ્યરાત્રીએ ટકરાય તેવું અનુમાન છે. આ અંગે ન્યૂઝ18ગુજરાતીની ટીમે દીવનાં કલેક્ટર સાથે વાત કરી હતી.

દીવનાં કલેક્ટર, સલોની રાયે આ અંગે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, 'હવામાન વિભાગની આગાહી પ્રમાણે 6 નવેમ્બરની સાંજથી 7 નવેમ્બરની સવાર સુધી 'મહા' વાવાઝોડું દીવનાં દરિયા કિનારે ટકરાવવાની આગાહી છે. જેને ધ્યાનમાં રાખતા જે વિસ્તારોને આની મહત્તમ અસર થઇ શકે છે તેવા વિસ્તારોને શોધી કાઢવામાં આવ્યાં છે. 8 રેસ્ક્યૂ સેન્ટર પણ ઉભા કરવામાં આવશે. દીવમાં એક કોલ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. તેમાં મદદ માટેનો ફોન આવ્યાંની દસ જ મિનિટમાં અમારી ટીમ ત્યાં પહોંચી જશે.'

આ પણ વાંચો : ગીરનાર લીલી પરિક્રમા માટે 8 નવેમ્બર પહેલા જશો તો અટવાઇ જશો, નહીં મળે પ્રવેશ

આ સાથે તેમણે કહ્યું કે, 'માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. દીવનાં તમામ દરિયાકાંઠા અને તેની પર ચાલતા વોટર સ્પોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યાં છે. અમારા દરિયાકાંઠાની તમામ બોટ પરત આવી ગઇ છે. અમે બધાને ચેતવણીનાં ભાગરૂપે નોટિસ આપી દીધી છે કે કોઇપણ હાલ દરિયો ન ખેડે. જો કોઇપણ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે તો તેને સક્શન પંપ દ્વારા ઉલેચી લેવામાં આવશે.'

તેમણે પ્રવાસી અંગે કહ્યું કે, 'તંત્રએ દીવની તમામ હૉટેલોને સૂચના આપી દીધી છે. તેમને કહેવામાં આવ્યું છે કે, જેટલા પણ પ્રવાસીઓ છે તેમને જલ્દીમાં જલ્દી દીવ છોડવાનું કહે. તમામ દરિયા કિનારા બંધ કરી દેવામાં આવ્યાં છે.'
First published: November 4, 2019, 12:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading