Home /News /gujarat /

સુરત : ઉમેદવારો જાહેર થતા જ ભાજપમાં ભડકો, ધારાસભ્યએ કાર્યકર્તાઓને સમજાવવા આવવું પડ્યું

સુરત : ઉમેદવારો જાહેર થતા જ ભાજપમાં ભડકો, ધારાસભ્યએ કાર્યકર્તાઓને સમજાવવા આવવું પડ્યું

સુરત : ઉમેદવારો જાહેર થતા જ ભાજપમાં ભડકો, ધારાસભ્યએ કાર્યકર્તાઓને સમજાવવા આવવું પડ્યું

સુરત મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે સાંજે સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવાની સાથે કેટલાક વોર્ડમાં ભારે વિરોધ ઉઠ્યો

સુરત : સુરત મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે સાંજે સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવાની સાથે કેટલાક વોર્ડમાં ભારે વિરોધ ઉઠ્યો છે. લિંબાયતના વોર્ડ નં- 28 અને 29ના કાર્યકરોએ સ્થાનિક ઉમેદવાર બનાવવાની રજૂઆત કર્યા બાદ આજે બપોરે મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ કાર્યાલય ખાતે રાજીનામા આપવા પહોચ્યા હતા. કાર્યકરોએ સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કયું હતું. મોટી સંખ્યામાં કાર્યકરોના ટોળાના પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાયુ હતું. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મેરેથોન બેઠક બાદ ગુરુવારે સાંજે સુરત સહિત છ મનપાની ચૂંટણીઓ માટે પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સુરતમાં કુલ 30 વોર્ડની 120 બેઠકો માટે ઉમેદવારો જાહેરાત કરવાની સાથે કેટલાક વોર્ડમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે. ગત રોજ મોડી રાત સુધી કાર્યકરો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સરથાણા વિસ્તારમાં આયાતી ઉમેદવારને લઈને સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે આક્રોષ જાવા મળ્યો હતો અને ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાની ઓસની બહાર સુત્રોચાર કરી ભાજપના કાર્યકરોએ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. ધારાસભ્યને કાર્યકર્તાઓને સમજાવવા આવવું પડ્યું હતું.

આ પણ વાંચો - ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર મનપાના ઉમેદવારો જાહેર કર્યાં

લિંબાયત વિસ્તારમાં વોર્ડ નં-28 અને 29માં પણ કાર્યકર્તાઓમાં ભારે વિરોધ જાવા મળ્યો છે. ગઈકાલે આ બંને વોર્ડમાં કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિક ઉમેદવારની માંગણી સાથે ભાજપ કાર્યાલય ખાતે રજુઆત કર્યા બાદ આજે બપોરે બાર વાગ્યે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે સામુહિક રાજીનામા આપવા માટે પહોંચ્યા હતા. ઉધના મેઈન રોડ ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી ભારે સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો તો કાર્યાલય પાસે પોલીસ પણ પહોંચી ગઈ હતી.

મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે સત્તાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં માત્ર 13 કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે. જયારે અગાઉ કોર્પોરેટર રહી ચુકેલા 11 પૂર્વ કોર્પોરેટરોને મેદાનમાં ઉતાર્યા છે. શહેરના મોટાભાગના સમાજાને પ્રતિનિધિત્વ મળી રહે તે રીતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છેકે ગઈકાલે ઉમેદવારોની જાહેરાત થવાની સાથે જ કહી ખુશી, કહી ગમ જેવો ઘાટ જાવા મળ્યો હતો. ટિકિટ મેળવનારા ઉમેદવારોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી. અલગ અલગ વોર્ડમાં આયાતી ઉમેદવારોના નામ જાહેર થતા જ આંતરિક અસંતોષ પણ જાવા મળ્યો હતો.
Published by:Ashish Goyal
First published:

Tags: Bjp workers, Election commission, Elections, Elections 2021, Local body elections, Local Body Polls, ભાજપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन