US-ચીન ટ્રૅડ વૉરથી સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, રફ ડાયમંડની ખરીદી 10 વર્ષના તળિયે પહોંચી

News18 Gujarati
Updated: August 20, 2019, 1:41 PM IST
US-ચીન ટ્રૅડ વૉરથી સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, રફ ડાયમંડની ખરીદી 10 વર્ષના તળિયે પહોંચી
પ્રતિકાત્મક તસવીર

સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં રફ ડાયમંડની ખરીદી 10 વર્ષનાં તળિયે, મોંઘવારી વધતા હીરા ઉદ્યોગની હાલત કફોડી

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતના હીરાની ચમક મંદીના ઓછાયા હેઠળ આવી ગઈ છે. ચીન-અમેરિકાના ટ્રેડ વોરના પગલે સુરતનો હીરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. સુરતમાં રફ ડાયમંડની ખરીદી છેલ્લા 10 વર્ષના તળિયે છે. ટ્રેડવોરના કારણે ચીનમાં મોંઘવારી વધતાં હીરા ઉદ્યોગમાં તકલીફ સર્જાઈ છે. ચીન ભારતમાંથી પોલિશ્ડ હીરાની 40 ટકાથી વધુ ખરીદી કરે છે.

હીરા ઉદ્યોગની મંદી પાછળ રશિયા અને બ્રિટેનના વેચાણની ખોટ પણ જવાબદાર છે. રશિયાની એલોરોસા અને લંડનની ડીબીઅર્સના વેચાણમાં 2.5 અબજ ડૉલરની સંયુક્ત ખોટ જોવા મળી છે.

આ પણ વાંચો :  સસ્પેન્ડેડ IAS દહિયા મામલે પીડિતા CM અને DGPને મળવા આવી પહોંચી

જાણકારોના મતે આ મંદી વર્ષ 2009ની હીરા ઉદ્યોગની મંદી બાદ સૌથી મોટી મંદી છે. હીરા ઉદ્યોગોની હાલત કફોડી બની રહી છે. છેલ્લા છ મહિનામાં સુરતમાં 13 હજાર કારીગરો બેકાર બન્યાં છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં હીરાના ભાવમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે. સુરતના હીરા ઉદ્યોગમાં હાલમાં 40 ટકા જેટલું ઉત્પાદન ઘટ્યું છે.

સુરમાં એપ્રિલથી જુલાઇના ત્રિમાસિક વેચાણમાં રફ ડાયમંડની આયાત 28 ટકા ઘટી છે, જ્યારે રફ ડામંડની નિકાસના દરમાં પણ 18 ટકાનો ઘટાડો જોવા મળ્યો છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રિય બજારમાં પોલીશ્ડ હીરાનાં ભાવ સતત ઘટી રહ્યાં છે. જેની સામે ખરીદી કરવાના રફ હીરાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને રફ અને પોલીશ્ડ હીરાનાં ખરીદ-વેચાણનું તાલમેલ ખોરવાયું છે જેથી તે હીરા ઉદ્યોગ માટે કપરી પરિસ્થિતિ લઇ આવ્યું છે.

 
First published: August 20, 2019, 12:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading