ધર્માંતરણ કાંડ: સલાઉદ્દીન શેખે એક વર્ષમાં ભરુચની 28 વખત લીધી હતી મુલાકાત

ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખની ફાઇલ તસવીર

Bharuch News: આફમી ટ્રસ્ટને હવાલાથી મળેલા આશરે 80 કરોડ રકમમાંથી ભરૂચ જિલ્લામાં પણ 12થી 15 લાખ જેટલી રકમ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

 • Share this:
  ભરુચ: જિલ્લાના આમોદ તાલુકામાં 37 આદિવાસી પરિવારોના 100થી વધુ લોકોનું ધર્માન્તરણ કરવાના પ્રકરણમાં વડોદરાના આફમી ટ્રસ્ટને હવાલાથી મળેલા ફંડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા સામે તપાસ ચાલી રહી છે. જે મુદ્દે તપાસ કરવા માટે વડોદરા પોલીસની એક ટીમ ભરૂચ પણ પહોંચી હતી. હવાલાથી ફંડ મેળવનાર આફમી ટ્રસ્ટના સંચાલક સલાઉદ્દીન અને ઉમર ગૌતમે અનેકવાર ભરૂચ જિલ્લાની મુલાકાતો લીધી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, સલાઉદ્દીન શેખે છેલ્લા એક વર્ષ દરમિયાન ભરૂચ જિલ્લાની 28 વાર મુલાકાત લીધી હતી. આ મુલાકોતો દરમિયાન તે 1026 જેટલા વિસ્તારોમાં ગયો હોવાની માહિતી મળી છે.

  12થી 15 લાખ અપાયાની શંકા

  ધર્માંતરણ કરવાના કિસ્સામાં આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વડોદરાના આફમી ટ્રસ્ટ દ્વારા યુપીના ધર્માન્તરણ કેસના માસ્ટર માઇન્ડ ઉમર ગૌતમને ફંડિંગ કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવતા તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આફમી ટ્રસ્ટને હવાલાથી મળેલા આશરે 80 કરોડ રકમમાંથી ભરૂચ જિલ્લામાં પણ 12થી 15 લાખ જેટલી રકમ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ રકમ ધર્માંતરણ કરાવવા માટેની લાલચ માટે ઉપયોગ થયો છે કે કેમ તે અંગે તપાસ થઇ રહી છે.

  ગુજરાતના તમામ મહત્તવના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  વારંવાર મિટીંગ થતી હતી

  વડોદરા પોલીસનું કહેવું છે કે,ભરૂચ જિલ્લામાં ઉમર ગૌતમ,આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન અને યુકેથી ડોનેશન મોકલનાર નબીપુરના વતની અબ્દુલ્લા ફેફડાવાલાની વારંવાર મીટિંગો થઇ છે.જેથી ધર્માન્તરણના મુદ્દે ફેફડાવાલા સિવાયના અન્ય લોકોની ભૂમિકા હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો - ભરૂચમાં ધર્માતરણના નેટવર્કનો પર્દાફાશ: 100થી વધુ લોકોનું ધર્માંતરણ કરવાના આરોપમાં 9 લોકો પર FIR

  વિદેશમાંથી ફંડિંગ ભેગુ કરી ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હતી

  આ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આમોદના કાંકરીયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરાવવા તેમજ મુસ્લિમ કટ્ટરવાદી લોકો વિદેશમાંથી ફંડિંગ ભેગુ કરીને ધર્માંતરણની અસામાજીક પ્રવૃતિ ચાલતી હોવાનું જાણવા મળ્યું હતું. મેં એક-બે વાર આ ગામમાં જઈને આદિવાસીઓને સમજાવવાની કોશિશ કરી હતી. તાજેતરમાં કાંકરીયા ગામના વસાવા હિન્દુ લોકોના 37 જેટલા કુટુંબોના 100થી વધારે લોકોને લોભ-લાલચ ઘર આપવાની તેમાં સુવિધા સભર સાધનો આપવાની વાત કરી મુંબઈ જેવા મોટા શહેરોમાં ફેરવી માઈન્ડ વોશ કરી નાખ્યું છે.
  Published by:Kaushal Pancholi
  First published: