વલસાડ : દોસ્તીના બહાને ડુંગરો પર લઈ જઈ પરિણીતા સાથે આચર્યું દુષ્કર્મ, આરોપી ઝડપાયો

વલસાડ : દોસ્તીના બહાને ડુંગરો પર લઈ જઈ પરિણીતા સાથે આચર્યું દુષ્કર્મ, આરોપી ઝડપાયો
વલસાડ : દોસ્તીના બહાને ડુંગરો પર લઈ જઈ પરિણીતા સાથે આચર્યું દુષ્કર્મ, આરોપી ઝડપાયો

આરોપીએ પરિણીતાના નગ્ન ફોટા અને વીડિયો રેકોર્ડિંગ કરી લીધા હતા, આરોપી નગ્ન ફોટા અને વીડિયો તેના પતિને બતાવી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર એવા ધરમપુર તાલુકાના એક ગામમાં દોસ્તી કર્યા બાદ દોસ્તીના બહાને દુષ્કર્મ આચરી એક પરણિતાને અવારનવાર બ્લેકમેલિંગ કરતા આરોપીને ધરમપુર પોલીસે દબોચી લીધો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

  ધરમપુર તાલુકાના બારોલીયા ગામ નજીક આવેલા એક ગામની બે સંતાનની માતાને કાકડકુવા ગામના ધનસુખ ગુમાડિયા નામના એક વ્યક્તિએ ફોન કરી અને મિત્રતા કરી હતી. આરોપી ધનસુખ અનેક વખત અવનવા બહાના કરી અને પરણિતા સાથે અનેક વખત વાત પણ કરતો હતો. મિત્રતાના બહાને પરિણીતાને આરોપી એક દિવસ કોઈ કામે મળવાના બહાને એકલતામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તે વખતે આરોપીએ પરિણીતાના નગ્ન ફોટા અને વીડિયો રેકોર્ડિંગ કરી લીધા હતા. ત્યારબાદ આરોપી ધનસુખ અવાર નવાર પરણિતાને ધરમપુર અને કપરાડા વિસ્તારમાં આવેલા ડુંગર અને પહાડીઓ પર મળવા બોલાવતો હતો અને પરણિતાને મોબાઇલમાં લીધેલા નગ્ન ફોટા અને વીડિયો તેના પતિને બતાવી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો.  આ પણ વાંચો - અમદાવાદ : IIMમાં કોરોના વિસ્ફોટ, કોરોનાના લક્ષણ હોવા છતા 12 માર્ચે મેચ જોવા ગયા હતા વિદ્યાર્થીઓ

  આમ છેલ્લા એક વર્ષથી મિત્રતાના બહાને નજીક આવેલા આરોપી ધનસુખ દ્વારા પરિણીતા બ્લેક મેઇલિંગનો શિકાર બની હતી. આરોપી ધનસુખ ગુમાડીયાએ પીડિત પરણિતાને વિલ્સન હિલ ડુંગર, માલનપાડા ડુંગર, નાનાપોંઢા ડુંગર અને શામળ સિંગી ડુંગર સહિતના વિસ્તારના લઈ જઈ અને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. એક વર્ષ સુધી બ્લેકમેલીંગ અને દુષ્કર્મનો શિકાર બનેલી પરિણીતાએ આખરે કંટાળીને આરોપી ધનસુખ વિરુદ્ધ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

  આમ પરિણીતાની ફરિયાદ મળતાં જ ધરમપુર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને ગણતરીના સમયમાં જ ધરમપુર પોલીસે આરોપી ધનસુખને દબોચી સળિયા પાછળ ધકેલી દીધો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  Published by:Ashish Goyal
  First published:March 26, 2021, 16:39 pm

  ટૉપ ન્યૂઝ