Home /News /gujarat /

ધરમપુર: વિદ્યાર્થીનીઓ પાસે બીભત્સ માગ કરતાં રસોયા, વીડિયો ઉતારવાનો પણ આરોપ

ધરમપુર: વિદ્યાર્થીનીઓ પાસે બીભત્સ માગ કરતાં રસોયા, વીડિયો ઉતારવાનો પણ આરોપ

વિદ્યાર્થીનીઓએ કરેલા આક્ષેપોને લઈ વાલીઓએ શાળામાં પહોંચી હોબાળો મચાવ્યો હતો

600 વિદ્યાર્થીનીઓ ધરાવતી આ નિવાસી શાળાના વાલીઓએ કરેલા ગંભીર આક્ષેપોને લઈ મામલો ગરમાયો છે.

    ભરતસિંહ વાઢેર, ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની એક નિવાસી કન્યા શાળામાં રસોયાઓ વિદ્યાર્થીનીઓ પાસે બીભત્સ માગ કરતાં હોવાના અને બીભત્સ વીડિયો ઉતારતા હોવાના ગંભીર આક્ષેપો થતાં ચકચાર મચી ગઈ છે. 600 વિદ્યાર્થીનીઓ ધરાવતી આ નિવાસી શાળાના વાલીઓએ કરેલા ગંભીર આક્ષેપોને લઈ મામલો ગરમાયો છે અને વાત પોલીસ સુધી પહોંચી છે. આથી આ મામલે હવે ધરમપુર પોલીસે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

    વલસાડ જિલ્લાના છેવાડે આવેલા ધરમપુર તાલુકાના ઓઝરપાડામાં આવેલી કન્યા સાક્ષરતા નામની નિવાસી શાળા છે. આ અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ શાળામાં 600 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. મોટેભાગે આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આ વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારોની છે. જેઓ અહીં સરકારી ખર્ચે શિક્ષણ મેળવે છે. સાથે જ અહીં હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરે છે. શાળામાં વિદ્યાર્થીઓને જમવા માટે રસોડું પણ ચાલે છે. આ  રસોડામાં કામ કરતાં રસોયાઓ વિદ્યાર્થીનીઓ પાસે બીભત્સ માંગ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથે જ રસોયાઓ વિદ્યાર્થીનીઓના બીભસ્ત વીડિયો ઉતારતા હોવાના પણ વિદ્યાર્થીનીઓના વાલીઓએ આક્ષેપો કરતા માહોલ ગરમાયો છે. આ મામલે વિદ્યાર્થીનીઓએ કરેલા આક્ષેપોને લઈ વાલીઓએ શાળામાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. આથી મામામો ગરમાયો છે.

    આ પણ વાંચો: ગુજરાતી પરિવાર સાથે રહેતો ડોગ પણ ગુજરાતી બન્યો

    આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ વાલીઓને કરેલી જાણ બાદ વાલીઓએ કરેલા ગંભીર આક્ષેપોને લઈ સમગ્ર મામલો ત્યારે ગરમાયો છે. મહત્વપુર્ણ છે કે, ધરમપુર આદિવાસી વિસ્તાર છે અને આ સંસ્થામાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ આદિવાસી પરિવારોની છે ત્યારે આ સમગ્ર પ્રકરણને લઈ હવે આ વિસ્તારના અગ્રણીઓ પણ ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. વાલીઓની પણ માંગ છે કે આ શાળાના આચાર્ય, વોર્ડન અને પુરુષ રાસોયાઓની હકાલપટ્ટી કરવામાં આવે અને તેમની જગ્યાએ મહિલા સ્ટાફ અને મહિલા રસોયા ને મેસની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ કરી છે. મહત્વપૂર્ણ છે કે, આ સ્કૂલ સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત છે. આથી આ સંબંધિત વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર સ્કૂલ પર પહોંચ્યા હતા અને આ બાબતે જરૂરી તપાસ કરી હતી. જો આક્ષેપોમાં તથ્ય જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.

    આ અંતરિયાળ આદિવાસી વિસ્તારની નિવાસી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ કરેલા ગંભીર આક્ષેપોને લઈ માહોલ ગરમાયો હતો. બનાવની જાણ થતાં જ ધરમપુર પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો અને આક્ષેપો મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલામાં હજુ સુધી શાળાના સ્ટાફ અને રસોયાઓ અને અન્ય સ્ટાફ પર થયેલા ગંભીર આક્ષેપોના કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. જોકે, આદિવાસી શાળામાં વિદ્યાર્થીનીઓ દ્વારા થયેલા ગંભીર આક્ષેપો મામલે હવે પોલીસે પણ ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Latest News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन