Home /News /gujarat /દેડિયાપાડામાં ધો.11માં ભણતી વિદ્યાર્થિની પર ગેંગરેપ, તમામ કિશોરો ઝડપાયા

દેડિયાપાડામાં ધો.11માં ભણતી વિદ્યાર્થિની પર ગેંગરેપ, તમામ કિશોરો ઝડપાયા

Mangrol Rape : સુરતના માંગરોળમાં દુષ્કર્મની ચોંકાવનારી ફરિયાદ

Narmada news: ત્રણ સગીર તેને ફોસલાવીને સ્કૂલની પાછળ આવેલા પીડબલ્યુડીનાં જુના ક્વાટરમાં લઇ ગયાં હતાં.

દેડિયાપાડા: નર્મદા (Narmada news) પંથકમાંથી ચકચાર મચાવી દેતા સમાચાર સામે આવ્યા છે. દેડિયાપાડા (minor girl gang rape in Dediapada) પંથકની ધોરણ 11 માં અભ્યાસ કરતી કિશોરી (rape on student) ઉપર ગેંગરેપ થયો છે. જોકે, ચોંકાવનારી વિગતો એ છે કે, કિશોરી પર ગેંગરેપ કરનાર 6 પણ કિશોરો જ હતા. દેડિયાપાડા પોલીસે (Dediapada Police) આ તમામને ઝડપી લીધા છે.

ગેંગરેપ બાદ કિશોરી માસીના ઘરે જતી રહી

આ અંગે મળતી માહિતી પ્રમાણે, કિશોરી સોમવારે સ્કૂલમાં જવાના બદલે દેડિયાપાડા એસ ટી ડેપો ખાતે આવી હતી. જ્યાં ત્રણ સગીર તેને ફોસલાવીને સ્કૂલની પાછળ આવેલા પીડબલ્યુડીનાં જુના ક્વાટરમાં લઇ ગયાં હતાં. જ્યાં તેની પર કિશોરોએ ગેંગરેપ કર્યો હતો. ઘટના બાદ સગીરા હેબતાઇ ગઇ હતી. જેથી તે પોતાના ઘરે જવાને બદલે માસીનાં ઘરે જતી રહી હતી.

પરિવારને જણાવી આપવીતી

જ્યાં પરિવારજનોએ તેને પૂછ્યું તો કિશોરીએ પોતાની આપવીતી જણાવી હતી. કિશોરીએ કબૂલ્યું હતુ કે, તેની ઉપર ગેંગરેપ થયો હતો. જેના કારણે તે ઘરે આવી ન હતી. જે સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી અને તેઓએ તરત જ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો - Surat News: બહેનપણીના ભાઈએ નોકરીની લાલચ આપી પરિણીતા સાથે કર્યું ગંદુ કામ

પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે તપાસ

ફરિયાદ બાદ દેડિયાપાડા પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે આવી ગયા હતા. ટીમની પ્રાથમિક તપાસમાં દુષ્કર્મની ઘટનામાં કિશોરીનું મેડિકલ પરિક્ષણ કરવા સહિત દુષ્કર્મ આચરનારા કિશોરોનું પણ સરકારી હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવાયુ છે. જેના રિપોર્ટના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચો - Video: કડીની શિક્ષિકાએ આપઘાતના પ્રયાસ પહેલા ભાઇ સાથે વાત કરીને કહ્યુ હતુ, 'સ્ટાફનો ત્રાસ સહન નથી થતો, છોકરાઓને સાચવજે'

સુરતમાં પણ બની હતી આવી જ ઘટના

થોડા દિવસ પહેલા સુરતમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. કિશોરીએ તેના મિત્ર અને અન્ય બે શખ્સોએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.ચીખલીથી ભાગીને મિત્ર સાથે સુરત આવેલી કિશોરી પર આવાસના બંધ મકાનમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. દોઢ વર્ષ પહેલાં એટલે કે 15 વર્ષની ઉંમરે કિશોરીના લગ્નને લઈ માતા અને માસા-માસીએ દબાણ કરતાં કિશોરી ઘર છોડી સૂરજસિંહ નામના યુવાન સાથે સુરત ભાગી આવી હતી.
" isDesktop="true" id="1175750" >

ત્યાર બાદ બન્ને અલગ અલગ જગ્યા પર રહેતાં હતાં. જોકે દાનત બગડતાં સૂરજસિંહે કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. પછી અવારનવાર કિશોરીને પોતાની વાસનાનો ભોગ બનાવ્યો હતો.ભાગેલી કિશોરીને સહારો આપનાર અને તેના મિત્રોએ જ ગેંગ રેપ કર્યો છે.
First published:

Tags: Girl molestation, Minor, Narmada, ગુજરાત, નર્મદા, સગીરા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો