Home /News /gujarat /CCTV video: સુરતમાં બેફામ ડમ્પર ચાલકે બાઇકને લીધી અડફેટે, ચાલકને 200 મીટર સુધી ઢસડ્યો, થયું મોત

CCTV video: સુરતમાં બેફામ ડમ્પર ચાલકે બાઇકને લીધી અડફેટે, ચાલકને 200 મીટર સુધી ઢસડ્યો, થયું મોત

અકસ્માતની તસવીર

Surat news: પરિવારે પણ પોતાનો વ્હાલસોયો ખોતા ભારે રોષ વ્યક્ત કરીને મૃતકના મૃતદેહ સાથે જ રસ્તા પર બેસી ગયા હતા.

સુરત: શહેરમાં  (Surat) એક ગમખ્વાર અકસ્માત (Surat accident) સર્જાયો છે. જેમાં ડિંડોલી વિસ્તારમાં ડમ્પરે બાઇક ચાલકને (truck bike accident) અડફેટે લેતાં 45 વર્ષનાં રમેશ મહાજનનું કરૂણ મોત નીપજ્યું છે. ડમ્પરે બાઇક ચાલકને આશરે 200 મીટર સુધી ઢસડ્યો હતો. જે બાદ આસપાસના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. પરિવારે પણ પોતાનો વ્હાલસોયો ખોતા ભારે રોષ વ્યક્ત કરીને મૃતકના મૃતદેહ સાથે જ રસ્તા પર બેસી ગયા હતા. આ કેસમાં ડિંડોલી પોલીસે (Surat police) પરિવાર અને અન્ય લોકોને સમજાવ્યા હતા. ડિંડોલી પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ અકસ્માત સીસીટીવીમાં (accident CCTV) કેદ થયો હતો.

ચાલકને આશરે 200 મીટર સુધી ઘસડી જતા લોકોમાં રોષ

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી બસ સ્ટેન્ડની સામે અને શાકભાજીના માર્કેટ નજીક ત્રણ રસ્તા પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત થતા બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું.

મૃતકનો ફાઇલ ફોટો


ડમ્પર ચાલકે બાઇક ચાલકને આશરે 200 મીટર સુધી ઘસડી જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા.

આ પણ વાંચો - ગોવામાં હનીમુન બાદ સુરતમાં મળ્યું મોત: લક્ઝરી બસના ACનું કોમ્પ્રેશર ફાટતા લાગી હતી બિહામણી આગ

9 વાગ્યા પછી મોટા વાહનો શહેરમાં શું કરે છે?

તપાસ કરતા સામે આવ્યું કે, મૃતકનું નામ રમેશ મહાજન છે અને તે 45 વર્ષના છે. તેઓ ડિંડોલી રૂક્ષ્મણી સોસાયટીમાં રહેતા હતા. સામાન્ય રીતે સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી શહેરની અંદર મોટા વાહનો પર પ્રતિબંધ હોય છે. તો આ વાહન સવારે 9 વાગ્યા બાદ શહેરમાં કેમ ફરતું હતું તે પર તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો - ગુજરાતના મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

અકસમ્તા સીસીટીવીમાં કેદ

આ અકસ્માત બાદ પરિવારના સ્વજનનાઓએ મૃતદેહ સાથે રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ડિંડોલી પોલીસે પૂછપરછ અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.



સુરતમાં એક મહિના પહેલા પણ આવો અકસ્માત સર્જાયો હતો. જેમાં ગોડાદરા મહારાણા ચોકડી નજીક ટ્રક ચાલકે મોપેડ સવાર કાકા-ભત્રીજાને અડફેટે લીધા હતા. જેમા 7 વર્ષના માસૂમ ભત્રીજાને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રકના તોતિંગ વ્હીલમાં આવી ગયેલા માસૂમ બાળકને ટ્રક ચાલક આશરે 50 ફૂટ સુધી ઢસડ્યો હતો. જેથી તેના માસના લોચા રસ્તા ઉપર વિખેરાઈ ગયા હતા. આ અંગે પરિવારે જણાવ્યું હતું કે, ધોરણ-1માં અભ્યાસ કરતો હર્ષિત તિવારી ચંદીગઢની શાળામાં અભ્યાસ માટે જઈ રહ્યો હતો અને કાળ ભરખી જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
First published:

Tags: Accident CCTV, Surat Accident, અકસ્માત, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો