Home /News /gujarat /

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની મતગણતરીમાં ABVP-આપ વચ્ચે મારામારી

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની મતગણતરીમાં ABVP-આપ વચ્ચે મારામારી

આપના એક કાર્યકર્તાને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

આ મારામારીના ઘટનામાં આપના એક કાર્યકર્તાને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

    સુરતઃ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (daxin gujarat university)ની સેનેટનું આજે પરિણામ સામે આવવાનું છે. આ દરમિયાન એબીવીપી (ABVP) અને આપ (AAP)ના લોકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. આ મારામારીના ઘટનામાં આપના એક કાર્યકર્તાને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને યુનિવર્સિટીની મતગણતરી અટવાઇ હતી.


    આપ અને એબીવીપીના કાર્યકરો સામે-સામે આવી જતાં મામલો બિચક્યો હતો. જોત-જોતાંમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબલને કારણે મતગણતરી રોકવી પડી હતી. નોંધનીય છે કે, કુલ 15 બેઠકો પર 43 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.

    નોંધનીય છે કે, રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી યોજાઇ હતી. જે દરમિયાન પણ બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા. એબીવીપી અને આપના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ બાદ મારામારી થઇ હતી. બોગસ મતદાનની શંકા વચ્ચે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે મારામારી થઇ હતી. ધારુકા કોલેજમાં વોટિંગ પ્રક્રિયા દરમિયાન એબીવીપીના ઉમેદવાર વોટીંગ બુથમાં હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને પગલે આપના સમર્થકો ધારુકાવાળા કોલેજ આવી પહોંચ્યા હતા અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Latest News, Surat news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन