Home /News /gujarat /ડાંગના પ્રથમ આદિવાસી વિદ્યાર્થીને IIT-દિલ્હીમાં એડમિશન મળ્યું

ડાંગના પ્રથમ આદિવાસી વિદ્યાર્થીને IIT-દિલ્હીમાં એડમિશન મળ્યું

ડાંગના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીની સહ પરિવાર તસવીર

એડમિશન મેળવનાર અવિરાજ ચૌધરી પરિવારના 11 ભાઈ બહેનોમાં સૌથી વધુ ભણ્યો છે. કાચા મકાનમાં રહેતા આદિવાસી પરિવારનો દીકરો આઈઆઈટી પહોંચ્યો.

ન્યૂઝ 18 ગુજરાતી : શિક્ષણ આર્થિક સ્થિતીનું મોતાજ નથી હોતું જો વ્યક્તિ ધારે તો વિષમ પરિસ્થિતીઓમાં પણ સફળતા મેળવી શકે છે. ડાંગના આદિવાસી વિદ્યાર્થીએ આ વાત સાર્થક કરી બતાવી છે. ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાં કાચા મકાનમાં રહેતા આદિવાસી પરિવારના પુત્ર અવિરાજ ચૌધરીએ IIT-દિલ્હીમાં એડમિશન મેળવ્યુ છે. અવિરાજ ચૌધરી આગામી દિવસોમાં IITમાં ટેક્સટાઇલ એન્જિનિયરીંગમાં અભ્યાસ કરશે.

અવીરાજના પિતા સામાન્ય વ્યક્તિ છે અને માતાપિતા બંને અભણ છે. તેના પરિવારમાં 11 ભાઈ- બહેન છે. અવિરાજની શૈક્ષણિક સિદ્ધી વિશે ડાંગના જિલ્લા શિક્ષણાધિકારી મગન ભુસરા અને જિલ્લા કલેક્ટર એન કે ડામોરને જાણ થતાં તેમણે એડમિશન મેળવવા માટે જરૂરી પ્રવેશ પ્રક્રિયા JEE માટે મદદ કરી હતી.

આ પણ વાંચો :  દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ, કપરડામાં સૌથી વધુ 7.6 ઈંચ નોંધાયો

ડાંગના જિલ્લા શિક્ષણાધિકારી મગન ભુસરાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે જિલ્લામાંથી હજુ સુધી કોઈ પણ વિદ્યાર્થીએ IITમાં પ્રવેશ મેળવ્યો નથી. અવિરાજ પ્રથમ વિદ્યાર્થી છે. અવિરાજે 10માં અને 12માં બોર્ડમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેની સિદ્ધીથી અનેક વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે.

અવિરાજ આ સફળતા વિશે જણાવ્યું હતું કે મારા માતાપિતાને IIT શુ છે તેના વિશે માહિતી જ નથી. તેમને એટલી જાણ છે કે હું ઉચ્ચ અભ્યાસ માટે દિલ્હી જઈ રહ્યો છું. અવિરાજ ચૌધરીનો ભાઈ આર્ટસ ગ્રેજ્યુએટ છે અને વલસાડમાં સ્ટેટ રિઝર્વ પોલીસ દળમાં કામ કરે છે. અન્ય ભાઈ રામુ ચૌધરી પણ પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે, જ્યારે માતાપિતા ખેતીકામ કરે છે.

આ પણ વાંચો :  સપનું : અગ્નિકાંડ પર 18 વર્ષની એક દીકરીની આંખ ઉઘાડતી હૃદયસ્પર્શી વાર્તા..

ગામમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવી અવિરાજે માલેગાંવને સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરમાં પ્રવેશ મેળવી માધ્યમિક શિક્ષણ પુરૂ કર્યુ, ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ કરવા માટે તે સુરતના હીરાના વેપારી દ્વારા સંચાલિત આશ્રમ શાળામાં પ્રવેશ મેળવ્યો. દરમિયાન તેનો તમામ ખર્ચ શાળા દ્વારા જ ઉઠાવવામાં આવતો હતો.
First published:

Tags: Dang, Tribal, Youth, ગુજરાત, દક્ષિણ ગુજરાત, શિક્ષણ