ડાંગમાં ફરવા જવાનો પ્લાન છે? તો જાણી લો કયા સ્થળે સેલ્ફી લેવાથી થશે કાર્યવાહી

ડાંગમાં ફરવા જવાનો પ્લાન છે? તો જાણી લો કયા સ્થળે સેલ્ફી લેવાથી થશે કાર્યવાહી
પ્રતીકાત્મક તસવીર

સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ગૂમાવી ચૂક્યા છે.

  • Share this:
    ડાંગ: ચોમાસાની (Monsoon) મોસમમાં ડાંગ (Dang) જિલ્લો લીલોછમ થઇ જતો હોય છે. કુદરતી સુંદરતાથી ભરેલો ડાંગ જિલ્લો ચોમાસામાં અનેક લોકોનું મનગમતું સ્થળ (travel) બની જતું હોય છે. ત્યારે આ વખતે કોરોનાકાળમાં (coronavirus) પણ ડાંગ જિલ્લામાં સહેલાણીઓ ઉભરાઇ રહ્યાં છે. જેના કારણે અધિક કલેક્ટરે અકસ્માતો નિવારવા માટે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. અધિક કલેક્ટરે અકસ્માતો નિવારવા માટે જિલ્લાનાં તળાવો, નદીઓ અને ધોધ પર ચોમાસા દરમિયાન સેલ્ફી (selfie ban) પર પ્રતિબંધ લગાવ્યો છે. નોંધનીય છે કે, સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ગૂમાવી ચૂક્યા છે.

    અકસ્મતની ઘટનાઓને નિવારવા માટે તળાવ, નદી અને નાના મોટા ધોધ પાસે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકી દેવામા આવ્યો છે. સાપુતારા સહિત ડાંગ જિલ્લાના તમામ પ્રતિબંધિત સ્થળોએ સેલ્ફી લેનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થશે. આ મહત્વનો નિર્ણય ચોમાસા દરમિયાન થતાં અકસ્માતો નિવારવા અને લોકોની સલામતી માટે લેવાયો છે.



    સુરત: મિત્ર સાથે ચેટિંગ કરતા મામીએ પકડી પાડી અને કહ્યું, 'પ્પાને કહી દઇશ', કિશોરીએ કર્યો આપઘાત

    નોંધનીય છે કે, જિલ્લામાં બુધવારે પણ વરસાદી માહોલ યથાવત રહેતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. આહવા-સાપુતારા માર્ગનો શિવઘાટ ધોધ પણ સક્રિય બનતા અહીંથી પસાર થતા વાહનચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

    1500 ઉપાડવા ગયેલી મહિલાનાં ખાતામાં અચાનક આવી ગયા 1717 કરોડ રુપિયા અને પછી...



    ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાનાં ગામડામાં રોજેરોજ ધીમી ધારનાં વરસાદી માહોલનાં પગલે ચોમાસાની ઋતુ જામી છે. ડાંગના ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામોમાં બુધવારે પણ દિવસભર વરસાદી હેલીઓ યથાવત રહેતા ચોમાસુ જામ્યું છે.



    સાપુતારા સહિત આહવાની તળેટીય જંગલ વિસ્તારમાં વરસાદી માહોલની સાથે ગિરિકન્દ્રાઓ ઉપર ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા પ્રકૃતિ ખીલી ઉઠી હતી. જેમાંય વરસાદી માહોલનાં પગલે આહવા-સાપુતારા માર્ગનો શિવઘાટ ધોધ પણ સક્રીય થતા પ્રકૃતિમાં સુંદરતાનું પીછું ઉમેરતા અહીંથી પસાર થતા વાહનચાલકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ