દમણઃ વિશાલ બારમાં અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે એક આરોપીની કરી ધરપકડ

News18 Gujarati
Updated: June 6, 2018, 9:02 PM IST
દમણઃ વિશાલ બારમાં અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતની અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ વિશાલ બારમાં ગત એપ્રિલ મહિનામાં ફિલ્મીઢબે અંધાધૂંધ ફાયરિંગના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ગુજરાતની અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ વિશાલ બારમાં ગત એપ્રિલ મહિનામાં ફિલ્મીઢબે અંધાધૂંધ ફાયરિંગના દ્રશ્યો જોવા મળ્યા હતા.

  • Share this:
ગુજરાતની અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ વિશાલ બારમાં ગત એપ્રિલ મહિનામાં ફિલ્મીઢબે અંધાધૂંધ ફાયરિંગના દ્રશ્યો જોવા મળ્યા હતા. બાર ચાલુ હતો તે વખતે જ જીવ બચાવવા માટે બારમાં દોડી આવેલા બે વ્યક્તિઓ પાછળ હથિયારો સાથે ચારથી પાંચ હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરી બંનેની હત્યા કરી હતી. આ ઘટનમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે મહમદઅનવર સિદ્દીકી નામના આ આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. પોલીસે આજે બુધવારે પકડી પાડ્યો હતો.

શું બની હતી ઘટના?

ઘટનાની વાત કરીએ તો ગત એપ્રિલ મહિનામાં દમણના ભીમપોર વિસ્તારમાં રહેતા અજય પટેલ ઉર્ફે અજય માંજરા અને ધીરુ પટેલ બંને વાપીથી દમણ તરફ પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા. આ જ વખતે ડાભેલમાં આવેલા વિશાલ બાર નજીક પહોંચતાં જ પાછળથી અચાનક જ એક સફેદ કલરની સ્કોર્પિયો અને અન્ય એક ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ તેમની ગાડીને રોકી હતી. ત્યારબાદ અજય અને ધીરુભાઈ કંઈ સમજે તે પહેલાં જ સ્કોર્પિયો અને અન્ય ગાડીમાં આવેલા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું

બારમાં છવાયો હતો સન્નાટો

હુમલાથી ગભરાઈ ગયેલા અજય અને ધીરુ પોતાની ગાડી વિશાલ બારની સામે રોકી અને જીવ બચાવવા માટે બારમાં ઘૂસ્યા હતા. હુમલાખોરો પણ ફાયરિંગ કરતાં કરતાં બંનેની પાછળ બારમાં ઘૂસ્યા હતા. હુમલાખોરોએ બારમાં ઘૂસીને બંનેની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગ્રાહકોથી ધમધમતા બારમાં બે હત્યા થઈ જતાં અચાનક સન્નાટો વ્યાપી ગયો હતો અને દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ દમણના ડીઆઈજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ હુમલામાં 10થી 15 રાઉન્ડ ફાયરિંગ થયું હતુંપોલીસની પ્રાથમિક તપાસમાં હુમલાખોરો મહારાષ્ટ્ર પાર્સિંગની એક સફેદ કલરની સ્કોર્પિયોમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. હુમલામાં ચારથી પાંચ હુમલાખોરોનો સમાવેશ થતો હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. તમામ હુમલાખોરોના હાથમાં હથિયાર હતા. આ હુમલામાં 10થી 15 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
First published: June 6, 2018, 9:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading