દમણ : ભાજપે ઘોષણાપત્ર જાહેર કર્યું, જાણો શું કર્યા છે વાયદાઓ

દમણ : ભાજપે ઘોષણાપત્ર જાહેર કર્યું, જાણો શું કર્યા છે વાયદાઓ
દમણ : ભાજપે ઘોષણાપત્ર જાહેર કર્યું

સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે

 • Share this:
  ભરતસિંહ વાઢેર, દમણ : રાજ્યમાં આઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન થઇ ગયું છે અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે. હવે પરિણામોની રાહ જોવાઇ રહી છે. જોકે રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. મહત્વપૂર્ણ છે કે સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. આથી આ પ્રદેશમાં રાજકીય પારો ચરમસીમાએ પહોંચી ગયો છે.

  પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષની પેનલો દ્વારા પ્રદેશના મતદારોને રીઝવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ પક્ષો દ્વારા પ્રચારમાં પ્રદેશના મતદારોને અનેક વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. જોકે મતદાન પહેલા જ આ પ્રદેશમાં ભાજપે બાજી મારી છે અને પ્રદેશની સ્થાનિક સ્વરાજની યોજાઈ રહેલી ચૂંટણીઓમાં 40 ટકા બેઠકો મતદાન પહેલાં જ સમરસ કરી ભાજપ પોતાના ફાળે કરવામાં સફળ રહ્યું છે. આથી કેસરિયા છાવણીમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે. આગામી 8 તારીખે પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન યોજાશે.  આ પણ વાંચો - વાપી : ભૂમિહાર ગેંગનો સાગરિત ઝડપાયો, આવી રીતે ચાલાકીથી કરતા ચોરી

  ભાજપે વિકાસના નામે પ્રદેશના લોકો સમક્ષ સમર્થન માંગ્યું છે અને આવનાર સમયમાં સંઘપ્રદેશમાં અને દમણમાં ચોતરફ વિકાસનો વાયદો કર્યો છે. ભાજપે પોતાના વાયદા સાથેનું ઘોષણાપત્ર પણ જાહેર કર્યું છે. પ્રદેશના મતદારોને રીઝવવા ભાજપે જાહેર કરેલા ઘોષણાપત્રની જાહેરાત વખતે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ, દમણ-દીવનાં સાંસદ લાલુભાઇ પટેલ અને ભાજપના અગ્રણીઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશના વિકાસ માટે અનેક વાયદાઓ કર્યાં હતા.

  ચૂંટણી ઢંઢેરામાં મતદારોને આકર્ષવા અવનવા આકર્ષક પ્રલોભનો રૂપી વાયદા પણ કરવામાં આવ્યા છે. દીવમાં જીલા પંચાયતની કુલ 8 બેઠકો માંથી 3 બેઠકો ,4 ગ્રામ પંચાયતના સરપંચની 2 બેઠકો , ગ્રામ પંચાયતના કુલ 36 સભ્યોમાંથી 26 સભ્યો ભાજપ તરફી બિનહરીફ વિજેતા થઇ ચૂક્યા છે. દમણ નગર પાલિકાની કુલ 15 બેઠકોમાંથી 3 બેઠકો ,જિલ્લા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 5 બેઠકો અને 14 ગ્રામ પંચાયતોમાંથી 4 ગ્રામ પંચાયત ભાજપના ફાળે સમરસ જાહેર થઇ છે. આથી કેસરીયા છાવણીમાં ઉત્સાહ નો માહોલ છે.
  Published by:Ashish Goyal
  First published:November 04, 2020, 22:17 pm

  टॉप स्टोरीज