સેલવાસ: ચાર વર્ષની બાળકીની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા, મૃતદેહ કોથળામાંથી મળ્યો, પાડોશીની અટકાયત

બાળકીની ફાઇલ તસવીર અને ફ્લેટની તસવીર

પોલીસે બાળકીનો પરિવાર જે બિલ્ડીંગમાં રહેતો હતો એ બિલ્ડિંગના તમામ ફ્લેટની તપાસ હાથ ધરી હતી

  • Share this:
    ભરતસિંહ વાઢેર,  સેલવાસ: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના (Sangh Pradesh Dadra Nagar Haveli) નરોલી (Naroli) વિસ્તારમાં 4 વર્ષની બાળકીનો (Bby girl) હત્યા (murder) કરાયેલી હાલતમાં કોથળામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. નરોલી  વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી બપોરના સમયે અચાનક ગુમ થઇ ગઇ હતી. થોડા સમય સુધી બાળકી ઘરે નહીં આવતા તેના પરિવારજનોને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. ત્રણથી ચાર કલાકની શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પત્તો નહી મળી આવતા આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી.

    એપાર્ટમેન્ટનાં એક ઘરની બારીના કાંચ તૂટેલા હતા

    ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક  પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પરિવાર સાથે પોલીસે પણ ગુમ બાળકીને શોધવા તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, બાળકી બપોરના સમયે અન્ય બાળકીઓ સાથે રમી રહી હતી. પરંતુ ઘરથી ક્યાંય દૂર ગઇ ન હતી. જે બાદ પોલીસે બાળકીનો પરિવાર જે બિલ્ડીંગમાં રહેતો હતો એ બિલ્ડિંગના તમામ ફ્લેટની તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન બાળકીના પડોશમાં જ રહેતા  એક વ્યક્તિના ફ્લેટમાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ ફ્લેટમાં કંઈ મળી આવ્યું ન હતું. જોકે, એ ફ્લેટની બાથરૂમની બારીના કાચ તૂટેલા હતા આથી પોલીસને આશંકા ગઈ હતી.

    રાજ્યમાં કોરોના વાયરસે ફરી વધારી ચિંતા, અમદાવાદ, સુરતમાં રાખવી પડશે તકેદારી

    એપાર્ટમેન્ટના પેસેજમાં કોથળામાં શંકાસ્પદ વસ્તુ દેખાઇ

    આખરે  બિલ્ડિંગના કોઈ ફ્લેટમાં બાળકી નહીં મળી આવતા પોલીસે એપાર્ટમેન્ટના આસપાસમાં  તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન એજ એપાર્ટમેન્ટના એક પેસેજમાં કોથળામાં શંકાસ્પદ વસ્તુ ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે તે કોથળોમાં તપાસ કરતા કોથળામાં હત્યા કરાયેલી હાલતમાં  બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહ  પર તિક્ષણ હથિયારના અનેક ઘા ઝીંકી અને બાળકીની નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આથી સમગ્ર વિસ્તારના  રહીશોમાં રોષની લાગણી ભભૂકી રહી હતી.



    લોકોએ શંકાસ્પદને માર મારવાનો પ્રયાસ કર્યો

    પોલીસે પ્રાથમિક તબક્કે, આ મામલામાં બાળકીના પડોશીની શંકાના આધારે અટકાયત કરી હતી. ઘટનાની જાણ થતાં અને ઘટનાની ગંભીરતા જોતા પ્રદેશ  પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માત્ર ચાર વર્ષની માસૂમ બાળકીની હત્યા કરાયેલી હાલતમાં કોથળામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. એક સમયે  ટોળાએ પોલીસે અટકાયત કરેલા શકમંદ ને  માર મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારે જહેમત બાદ પોલીસે અટકાયત કરેલા શકમંદને  લઈ અને ત્યાંથી પોલીસ સ્ટેશન આવી હતી.

    ગજબનું તિકડમ: મહિલા એજન્ટે પોસ્ટમાં ખાતું ખોલવાનું કહીને દર મહિને લીધા રૂપિયા, 12 વર્ષ પછી માંગ્યા તો ખબર પડી કે ખાતું જ નથી

    બાળકીની તિક્ષ્ણ હથિયાકના ઘા ઝીંકી કરાઇ હત્યા

    બાળકીની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી અને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બાળકી સાથે કંઈ અજુગતું  પણ થયું હોવાની આશંકાએ પોલીસે બાળકીનો મૃતદેહને  પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધો છે. કરવા સહિતની જરૂરી ઊંડાણપૂર્વકતપાસ હાથ ધરી છે. પોલીસે પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
    Published by:Kaushal Pancholi
    First published: