વરસાદ અને વાવાઝોડાના લીઘે દક્ષિણ ગુજરાતમાં ખેતીને 300 કરોડનું નુકસાન

News18 Gujarati
Updated: November 2, 2019, 3:52 PM IST
વરસાદ અને વાવાઝોડાના લીઘે દક્ષિણ ગુજરાતમાં ખેતીને 300 કરોડનું નુકસાન
વાવાઝોડાના કારણે સૌથી વધુ ડાંગરના પાકને નુકસાનીની ભીતિ

3 લાખ હેક્ટરમાં ડાંગર, કઠળો, શેરડી, ચીકુ, અને શાકભાજીના પાકને કમોસમી વરસાદથી નુકસાની

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : દક્ષિણ ગુજરાતમાં (Daxin Gujarat) જે રીતે વરસાદી માવઠું (Unseasonal Rain) અને આગામી દિવસમાં વરસાદ સાથે વાવાઝોડું (Storm) ત્રાટકવાનું છે તેના લીધે ઉભા પાક સાથે બાગાયતી (crop Failure) પાકો ને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાત સૌથી વધુ ખેતી ઉત્પાદન કરતો વિસ્તાર છે ત્યારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં 3 લાખ એકરમાં ખેતીને 300 કરોડ કરતાં વધુની નુકસાનીનો આંકડા સામે આવી રહ્યો છે, અને જો આ જ પ્રમાણે વરસાદ રહશે તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રડવાનો વારો આવે તેવી સ્થિતિ છે.

છેલ્લા થોડા દિવસ થી જે રીતે સતત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે દ.ગુજરાતમાં અત્યારે ડાંગર અને કઠોળ સાથે શેરડીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કેટલાક વિસ્તારમાં ડાંગરનો પાક લણણી કરવા પર હતો તો કેટલી જગ્યાએ પર પાક કટિંગ થઈને ખેતરમાં પડેલો છે, અને જે પાક કટિંગ કરવાનો હતો તે વરસાદ ને લઈને જમીન દોસ્ત થઇ જવા પામ્યો છે. જોકે. ડાંગર સાથે આદિવાસી વિસ્તારમાં થતાં કઠોળના પાકને પણ નુકસાની થઈ છે. તે ઉપરોકત્ત દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાક પણ મોટા પ્રમાણમાં થાય છે. જેમાં કેરી અને ચીકુ જેવા બાગાયતી પાકને પણ નુકશાન જોવા મળ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત માથેથી 'મહા' વાવાઝોડાનું સંકટ ટળ્યું પણ ભારે વરસાદની આગાહી

આ સમગ્ર મામલે આજે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સરકાર પાસે મદદની માંગ કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું,' દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને 'મહા' વાવાઝોડાના કારણે 3 લાખ એકરમાં ડાંગરની ખેતીને વ્યાપક નુકસાન થયું છે. આશરે 300-350 કરોડ રૂપિયાની મોલાતને પારાવાર નુકસાન થયું છે. અમારી સરકાર પાસે માંગણી છે કે સરકાર આ સ્થિતિમાં ખેડૂતોને સહાયતા કરે. દક્ષિણ ગુજરાતમાં સરકાર લીલો દુકાળ જાહેર કરી અને સ્પેશિયલ પેકેજ જાહેર કરે'

જોકે શિયાળાની શરૂઆત થતાં આ બાગાયતી પાકોમાં ફૂલો આવતા હોય છે. પણ જે રીતે વરસાદ વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસમાં વાવાઝોડાની દહેશત વચ્ચે ભારે પવન ફુૂકાતા આ બાગાયતી પાકના ફૂલ અથવા મોર ખરી પડતા તેમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : કોડિનાર APMCમાં 8 હજાર ગુણી મગફળી પલળી, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યુંઆ મામલે ઓલપાડના પૂર્વ ધારાસભ્ય ધનસુખ પટેલે જણાવ્યું હતું કે ' સુરતમાં વાપી ટુ તાપી બાગાયતનું હબ છે. અહીંયા આંબા, ચીકુ, કેળ, પપૈયા વગેરે પાકોમાં ખૂબ નુકશાન થયું છે. હજુ જો વાવાઝોડું કે વરસાદ આવશે તો આ વિસ્તારમાં બાગાયતી પાકને 80 ટકા નુકશાની થશે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં કઠોળ અને ડાંગરને નુકશાની થઈ છે. સરકારને મારી વિનંતી છે કે તમામ પાકોના નિષ્ફળતાનો સરવે કરી અને સહાયતા કરે.
First published: November 2, 2019
વધુ વાંચો
अगली ख़बर