સુરત : વાવાઝોડામાં કુતરાએ ટ્રેક્ટરની છત્રી પર બેસીને ભ્રમણ કર્યું, મોજ કરાવે તેવો વીડિયો વાયરલ

સુરત : વાવાઝોડામાં કુતરાએ ટ્રેક્ટરની છત્રી પર બેસીને ભ્રમણ કર્યું, મોજ કરાવે તેવો વીડિયો વાયરલ
સુરત : વાવાઝોડામાં કુતરાએ ટ્રેક્ટરની છત્રી પર બેસીને ભ્રમણ કર્યું, મોજ કરાવે તેવો વીડિયો વાયરલ

આ વીડિયો લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યો છે

  • Share this:
સુરત : હાલમાં ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાને લઈને સુરતમાં ગતરોજથી વરસાદ અવિરત વરસી રહ્યો છે. વરસાદ વચ્ચે ભારે પવનના કારણે શહેરના અનેક વિસ્તારમાં હોર્ડિંગ પણ તૂટી ગયા છે. બીજી બાજુ પતરા તાસના પત્તાની જેમ હવામાં ઉડતા જોવા મળ્યા હતા. આ તમામ ઘટના વચ્ચે એક રમુજી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયોમાં એક શ્વાન એક ટ્રકટરની છત્રી પર બેસેલો જોવા મળે છે. સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં ક્યાં પાણી ભરાયા છે તે જોવા જઈ રહ્યો હોય તેમ લાગે છે. આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકો અવનવી કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યો છે.



આ પણ વાંચો - વાવાઝોડાએ અમદાવાદમાં તારાજી સર્જી, તસવીરોમાં જુઓ કેવા થયા શહેરના હાલ

સંકટના સમયે આ રમુજી વીડિયોએ લોકોને આનંદ કરાવ્યો છે. શ્વાનનો વીડિયો સુરતના પુણા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.

Tauktae વાવાઝોડાએ (Cyclone) ગુજરાતમાં (Gujarat) ઘણી તારાજી સર્જી છે. ટાઉતે વાવાઝોડાની (Tauktae Cyclone) અસર અમદાવાદમાં પણ ભયાનક જોવા મળી હતી. વાવાઝોડાની અસરથી શહેરમાં ઠેરઠેર ધોધમાર વરસાદ વરસ્યો હતો. પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા.

ટાઉતે વાવાઝોડાની (Tauktae Cyclone)અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પરિવહન સેવા સંપૂર્ણ બંધ રાખવાનો રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે નિર્ણય કર્યો છે.
Published by:Ashish Goyal
First published:May 18, 2021, 23:44 pm

ટૉપ ન્યૂઝ