ભરૂચમાં સંબંધો લજવાયા: ઉછીના લીધેલા રુપિયા માંગતા પિતરાઇએ જ પરિણીતા પર અવારનવાર આચર્યું દુષ્કર્મ

પ્રતીકાત્મક તસવીર

Bharuch news: ભરૂચની પરિણીતાનો પતિ દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયો છે

 • Share this:
  ભરૂચ: શહેરમાંથી (Bharuch) સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં ફોઇના દીકરાએ તેના જ મામાની દીકરી અને પરિણીતાને હોટલમાં બોલાવી અને જબરદસ્તી નિર્વસ્ત્ર કરીને મોબાઇલમાં ફોટા પાડી લીધા હતા. જે વાયરલ કરવાની ધમકી (threatened pics viral આપીને પિતરાઇ ભાઇએ જ બહેન પર અવારનવાર દુષ્કર્મ (raped by cousine) આચર્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ પરિણીતાની ફરિયાદને આધારે ફોઇના દીકરાની ધરપકડ કરી લીધી છે.

  રુપિયાની ઉઘરાણી કરતા પરિણીતાને હોટલમાં બોલાવી હતી

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, દુષ્કર્મ કરનાર શખ્સે તેના મામાની દીકરીના દક્ષિણ આફ્રિકામાં રહેતા પતિ પાસેથી ધંધા માટે 4 લાખ રૂપિયા લીધા બાદ હતા. જે તે પરત કરતો ન હતો જેથી પરિણીતાએ આ રુપિયાની ઊઘરાણી કરતા સમગ્ર ઘટના બની હતી.

  ભરૂચની પરિણીતાનો પતિ દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયો હતો. આ દરમિયાન 2015 પહેલાં જંબુસરનાં દેવલા ગામે રહેતાં ઇબ્રાહીમ અલી પટેલે ધંધામાં રોકાણ કરવા માટે 4 લાખ રૂપિયા પરિણીતાના પતિ પાસેથી લીધા હતા. આટલા વર્ષો બાદ પણ નાણાં પરત કરવામાં ન આવતા સંબંધમાં મામાની દીકરીએ પોતાના આફ્રિકા સ્થિત રહેતા પતિ દ્વારા આપવામાં આપેલા 4 લાખ રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી.

  જબરદસ્તી પરિણીતાને કરી નિર્વસ્ત્ર

  આ અંગેની વાતચીત માટે ઇબ્રાહીમે પરિણીતાને શહેરની આરાધના હોટલમાં બોલાવી તેને જબરજસ્તી નિર્વસ્ત્ર કરી નાંખી હતી. જે બાદ તેના મોબાઇલમાં નગ્ન હાલતમાં ફોટા પાડ્યા હતા. આ ફોટાને વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી પિતરાઇ ભાઇ તેના પર બળાત્કાર ગુજારતો હતો. આ સંબંધીત ફરિયાદ પરિણીતાએ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં કરી હતી. જે બાદ પોલીસે જંબુસરના ઇબ્રાહીમ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  આ પણ વાંચો - જામનગરના આ ગામમા નવરાત્રિમાં પૌરાણિક વારસો જાળવવા સરપંચથી લઈને યુવાનો-બાળકો ભજવે છે નાટક

  સુરતમાં ભાઇ બહેનને થયો હતો પ્રેમ

  સુરતમાં પણ થોડા સમય પહેલા આવી ઘટના સામે આવી હતી. જેમા પિતરાઇ ભાઇ અને બહેન વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાદ પરિવારે રૂપિયા ભેગા થાય ત્યાં સુધી તેમને રાહ જોવાની કહી હતી. પરંતુ તેમની ધીરજ ખૂટી પડતા બંનેએ એક જ હુકમાં લટકીને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. સુરત શહેરના સચિન જીઆઈડીસીની શિવાંજલી સોસાયટીમાં પ્રેમી પંખીડાઓએ હૂકમાં દુપટ્ટો અને કાપડ બાંધી ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતુ. પિતરાઈ ભાઈ-બહેન પ્રેમમાં પડ્યાં બાદ લગ્ન માટે રૂપિયા ભેગા થાય પછી લગ્ન કરાવવાની પરિવારે વાત કરતાં આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. પિતરાઈ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ બાદ બન્નેએ આત્મહત્યા કરી ફાની દુનિયાને અલવિદા કરી દેતાં ચર્ચાનો વિષય બન્યો હતો.
  Published by:Kaushal Pancholi
  First published: